આ કપરો સમય પણ પસાર થઈ જશે કેપ્ટન...:T-20 વર્લ્ડ કપ દરમિયાન પ્રેશરમાં આવી ગયેલા વિરાટ કોહલીને જન્મ દિવસ પર દિગ્ગજોએ આપી શુભકામનાઓ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આજે 33 વર્ષનો થઈ ગયો છે. તેનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેણે 19 વર્ષની ઉંમરે 2008માં શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં ટીમ ઈન્ડિયા વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપમાં રમી રહી છે.

અત્યારસુધી આ ટૂર્નામેન્ટ ભારતીય ટીમ માટે બહુ સારી રહી નથી. ટીમ અત્યાર સુધી ત્રણમાંથી બે મેચ હારી ગઈ છે. ત્યારપછી તેમની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. તેવામાં આજે કોહલીના જન્મદિવસ પર ભારતીય ટીમ સ્કોટલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયાએ આજની મેચ મોટા અંતરથી જીતવી પડશે. વળી આની સાથે આપણે એ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેની આગામી મેચોમાં હારી જાય.

કોહલીના જન્મદિવસના અવસર પર ઘણા દિગ્ગજ ખેલાડીઓએ તેને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કોહલીને આ મુશ્કેલ સમયમાં લડવાનું કહ્યું છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કોહલી માટે ટ્વિટર પર લખ્યું હતું કે' કપરો કાળ લાંબો ચાલતો નથી, તમારા જેવા લોકો આ સમયને ભૂલી જાય છે અને વિવિધ રેકોર્ડ્સ બ્રેક કરે છે. વિરાટ જેવા ખેલાડી સદીમાં માત્ર એક જ વાર ક્રિકેટ જગતમાં સામે આવતા હોય છે. આવા વિરાટ ખેલાડીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ICCએ પણ ટ્વિટર પર કોહલીને શુભકામના પાઠવી હતી, તેણે લખ્યું હતું કે હંમેશા હસતા રહેતા એવા ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જન્મ દિવસનું શુભકામનાઓ. શું આજે રાત્રે તેમને બર્થ ડે ગિફ્ટમાં જીત મળશે?

અન્ય સમાચારો પણ છે...