• Gujarati News
  • Sports
  • Cricket
  • Venkatesh Prasad Said Don't Go On The Basis Of Reputation; Sachin Sehwag Ganguly And Yuvraj Have Also Dropped Out

ટીમની રેસ્ટ પોલિસી પર દિગ્ગજ ભડક્યા:વેંકટેશ પ્રસાદે કહ્યું- રેપ્યુટેશનના આધારે ન જાઓ; સચિન-સહેવાગ-ગાંગુલી અને યુવરાજ પણ ડ્રોપ થયા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પૂર્વ ઈન્ડિયન બોલર વેંકટેશ પ્રસાદે ટીમ ઈન્ડિયાના થિંક ટેંકને આડે હાથ લીધા છે. તેણે ટીમ મેનેજમેન્ટની રેસ્ટ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. આ પૂર્વ ભારતીય સિલેક્ટરે થિંક ટેંકની ટિકા કરતા કહ્યું છે કે કોઈપણ પ્લેયરને ફોર્મમાં ન હોય તો આટલી બધી તકો ન અપાય, આરામ આપવો જોઈએ. વેંકટેશ પ્રસાદે કહ્યું કે કોઈપણ ખેલાડીને તેની રેપ્યુટેશનના આધારે ટીમમાં સામેલ ન કરવા જોઈએ. જે ફોર્મમાં છે તેને તક આપવી જોઈએ.

વેંકટેશ પ્રસાદની પોસ્ટ....

પ્રસાદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક સમય એવો હતો ત્યારે તમે ફોર્મમાં નહીં જોવા મળો તો તમને ટીમથી ડ્રોપ કરી દેવામાં આવતા હતા, ભલે પછી તમારી છબી ગમે તેટલી મહાન કેમ ન હોય. સૌરવ ગાંગુલી, સહેવાગ, યુવરાજ, ઝાહીર, ભજ્જી જેવા દિગ્ગજ મેચ વિનર્સ પણ ખરાબ ફોર્મના કારણે ટીમથી ડ્રોપ થયા છે. આ સમયે દિગ્ગજોએ ફરીથી કમબેક કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું, લય મેળવી અને પછી ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

જોકે અત્યારની સ્થિતિ પ્રમાણે બધુ બદલાઈ ગયું છે. ખરાબ ફોર્મમા રહેતા ખેલાડીને પોતાની છબી સારી છે આક્રમક છે એના આધારે જ ટીમમાં રાખવામાં આવે છે. ભારતના મહાન મેચ વિનર્સ એવા અનિલ કુંબલેને પણ ટીમથી ડ્રોપ થવું પડ્યું હતું. આમાં કંઈ ખોટું નથી ફરીથી લય મેળવવા માટે એક બ્રેક તો મળવો જોઈએ.

કોહલીનું શરમજનક ફોર્મ યથાવત
પૂર્વ ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાની કારકિર્દીની સૌથી ખરાબ સમયથી પસાર થઈ રહ્યો છે. તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે છતા વિરાટને તક મળતી રહે છે. આના કારણે બેન્ચ પર શાનદાર ફોર્મમાં રહેલા દીપક હુડાને બેસવું પડે છે.

ઈંગ્લેન્ડે ભારતને 17 રનથી હરાવ્યું
સૂર્યકુમાર યાદવે ધમાકેદાર ઈનિંગ રમતા સેન્ચુરી ફટકારી હતી, તેમ છતાં ટીમ ઈન્ડિયા ત્રણ ટી-20 મેચની સીરીઝમાં ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ ન કરી શક્યું. રવિવારે નોર્ટિંગહામમાં રમાયેલી ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 17 રનથી હરાવ્યું. ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 198 રન કર્યા. સૂર્યકુમારે 55 બોલમાં 117 રન બનાવ્યા. જેમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ છે. શ્રેયસ અય્યર (28)ને છોડીને કોઈ પણ અન્ય બેટ્સમેન સૂર્યકુમારનો સાથ ન આપી શક્યા.

અન્ય સમાચારો પણ છે...