પૂર્વ ઇંગ્લિશ કેપ્ટનને હાર્દિકનો બાઉન્સર:વોનનો સવાલ- 2011 પછી ભારતે શું કર્યું?, પંડ્યાએ કહ્યું- 'કંઈ સાબિત કરવાની જરૂર નથી'

3 મહિનો પહેલા

ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાના એક નિવેદનમાં જાહેર કર્યું છે કે, તેઓ આક્રામક કેપ્ટન સાબિત થશે. વર્લ્ડ કપમાં મળેલી હાર બાદ જ્યારે પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન માઈકલ વોને ભારતની ટીકા કરી ત્યારે હાર્દિકે કહ્યું કે અમારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. હાર્દિકે આક્રમક અંદાજમાં કહ્યું- આ એક રમત છે, આપણે હંમેશા સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન હાર્દિક ટીમના કેપ્ટન બન્યા છે. 3 મેચની T20 સિરીઝની પહેલી મેચ વેલિંગટનમાં 18 ડિસેમ્બરે રમાશે. BCCI હાર્દિકને લાંબા સમયનો કેપ્ટન પણ બનાવી શકે છે.

વોન બોલ્યા- જો હું ઈન્ડિયન ક્રિકેટ ચલાવતો હોત, તો...
વર્લ્ડ કપમાં ઈન્ડિયાની હાર પર માઈકલ વોને કહ્યું- જો હું ભારત ક્રિકેટ ચલાવતો હોત, તો હું પોતાનું અભિમાન ભૂલી ઈંગ્લેન્ડથી પ્રેરણા લેત. ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ભારતની ટીમ છે. વન-ડે વર્લ્ડ કપ જીત્યા પછી ભારતે શું કર્યું. કંઈ પણ નહીં. ઈન્ડિયા વ્હાઈટ બોલ ક્રિકેટ રમી રહી છે, જે વર્ષો પહેલા ખતમ થઈ ચૂકી છે.

હાર્દિકનો જવાબ-આ એક રમત છે, આપણે હંમેશા સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ
વોનની વાત સાંભળી હાર્દિક ખુશ નથી દેખાઈ રહ્યા. હાર્દિકે પલટવાર કરતા કહ્યું- જ્યારે તમે કંઈ સારું નથી કરતા, ત્યારે સ્વભાવિક છે લોકો પોતાનો અભિપ્રાય આપશે. હું તેનું સન્માન કરું છું. હું જાણું છું કે દરેકનો પોતાનો એક અલગ દૃષ્ટિકોણ હોય છે. ઈન્ટરનેશનલ લેવલ પર ભારતને કંઈ સાબિત કરવાની જરૂર નથી. આ રમતમાં તમે હંમેશા કંઈક અલગ કરવાના પ્રયત્નો કરો છો. અને પરિણામ મળતું હોય છે. કેટલીક વસ્તુ પર આપણે કામ કરવાનું રહે છે. અમે આગળ પણ આવી વસ્તુઓ વિશે વિચારીશું અને તેની પર કામ કરીશું.'

VVS લક્ષ્મણે કહ્યું- હાર્દિક મેદાન અને બહાર પણ કેપ્ટન કૂલ છે
ટીમ ઈન્ડિયાના હેડ કોચ VVS લક્ષ્મણે કહ્યું- 'પંડ્યા એક શાનદાર લીડર છે. અમે જોયું કે તેણે IPLમાં ગુજરાત ટાઈટન્સ માટે કેટલું કામ કર્યું છે. મેં આયર્લેન્ડ સિરીઝ દરમિયાન પંડ્યા સાથે સમય વિતાવ્યો છે. મેદાનમાં તે શાંત રહે છે, જે ખૂબ મહત્વપૂર્ણ છે.'

વોન ઘણીવાર ભારતીય ક્રિકેટની ટીકા કરે છે.
વોન ઘણીવાર ભારતીય ક્રિકેટની ટીકા કરે છે.

T20 સિરીઝ પહેલા હાર્દિકનો સંદેશ- હાર ભૂલી જાઓ, ભૂલો સુધારો
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણીમાં ટીમને એક સંદેશ આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું- આપણે હાર ભૂલીને આગળ વધવું જોઈએ અને ભૂલોને સુધારવી જોઈએ. હાર્દિકે કહ્યું- 'નવી પ્રતિભાઓને તક આપવામાં આવશે, જેથી તેઓ પોતાને સાબિત કરી શકે.

અન્ય સમાચારો પણ છે...