તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇંગ્લેન્ડ સામે પાંચ T-20ની સિરિઝમાં ભારતીય ટીમમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને સ્થાન મળ્યું છે. IPL 2020માં શાનદાર પ્રદર્શન પછી તેને ઓસ્ટ્રેલિયન શ્રેણીમાં પણ સ્થળ મળ્યું હતું. જોકે, ઇજાને કારણે તે રમી શક્યો નહોતો. તેને હવે ફરીથી ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી છે. વરુણ સાત પ્રકાર- ઓફ બ્રેક, લેગબ્રેક, ગૂગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, યોર્કર બોલ ફેંકી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T-20 શ્રેણીની પાંચેય મેચ અમદાવાદના મોટેરા ખાતે જ રમાશે.
IPL 2020માં વરુણનું પ્રદર્શન
વરુણનું ગઈ સીઝનમાં પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે 13 મેચમાં માત્ર 6.84ની ઈકોનોમી રેટથી રન આપતાં 17 વિકેટ ઝડપી હતી. પોતાની ફ્રેન્ચાઈઝ કોલકાતા માટે તે હાઈએસ્ટ વિકેટ ટેકર હતો, જ્યારે ઓવરઓલ સીઝનમાં વિકેટ ટેકર્સની સૂચિમાં નવમા સ્થાને હતો.
Thank you @sachin_rt sir 🙏 this means alot to me.. will take your good wishes along with me as blessings forever 🙏and congratulations to @surya_14kumar @ishankishan51 @rahultewatia02 😁 https://t.co/oZ7iGMXhuk
— Varun Chakaravarthy (@chakaravarthy29) February 21, 2021
2018માં TNPLમાં બ્રેક મળ્યો હતો, કિંગ્સ ઈલેવન પંજાબે 8.4 કરોડમાં ખરીદ્યો
વરુણે 2018માં તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)માં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની ટીમ મદુરઈ પેન્થર્સને પ્રથમ વખત ટાઈટલ અપાવ્યું હતું. આ દરમિયાન તેણે ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સના ખેલાડીઓને નેટ્સ પર બોલિંગ કરી હતી. 2020માં વિજય હજારે ટ્રોફીમાં 9 મેચમાં 22 વિકેટ લીધી હતી. વર્ષ 2019માં કિંગ્સ ઈલેવન પંજાબે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, જ્યારે તેની બેઝ પ્રાઈઝ માત્ર 20 લાખ હતી. જોકે, વરુણ ઇજાને કારણે માત્ર એક મેચ જ રમી શક્યો હતો. 2020 માટે ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં વરુણને કોલકાતાએ રૂ. 4 કરોડમાં ખરીદ્યો હતો. વરુણ કોલકાતા ટીમમાં સામેલ થતા પહેલા દિનેશ કાર્તિક પાસે વિકેટકીપિંગની ટિપ્સ લઈ ચૂક્યો છે.
13 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું, 17 વર્ષ સુધી વિકેટકીપર હતો
વરુણે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 17 વર્ષ સુધી કે વિકેટકીપર બેટ્સમેન હતો. તેને અનેક વખત ટ્રાયલમાં રિજેક્ટ થવું પડ્યું હતું. આથી, તેણે ક્રિકેટ છોડીને આર્કિટેક્ટ બનવાનો નિર્ણય લીધો હતો. તેણે ચેન્નઈની એસઆરએમ યુનિવર્સિટીમાંથી 5 વર્ષનો આર્કિટેક્ચર કોર્સ કર્યો છે. પેશનને જીવતી રાખવા ટેનિસ બોલ પર ક્રિકેટ રમતો હતો. તે એક ક્રિકેટ ક્લબ સાથે જોડાયો, પરંતુ બીજી મેચમાં ઈન્જરીને કારણે વરુણને બોલિંગ ઓલરાઉન્ડરમાંથી સ્પિનર બનવું પડ્યું હતું.
T-20 શ્રેણી માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુજવેંદ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષય પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકૂર.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.