તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્ટરવ્યુ - અજીત અગરકર:બોલિંગ અટેકમાં વેરાયટી જ ભારતીય ટીમની ઓળખ, જલદી ફોર્મમાં આવશે કોહલી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • વિનિંગ કોમ્બિનેશનને કદાચ જ કોહલી બદલશે

ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. લોર્ડ્સમાં ભારતે શાનદાર બોલિંગ આક્રમણના દમ પર જીત્યું. પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર અટેકિંગ બોલિંગને જ ટીમની સૌથી મોટી તાકાત માને છે. તેણે માન્યું કે કોહલી જલદી ફોર્મમાં આવશે. અજીત અગરકર સાથેની વાતચીતના અંશ...

  • ભારતના ફાસ્ટ બોલરનો વિશે તમે શું કહેશો.?

ટીમની બોલિંગમાં વેરાયટી છે. બુમરાહ તેની એક્શનને લઇને ઘણો અલગ છે. સિરાજ પૂરો દિવસ દોડી શકે છે અને તેની સ્કિલ પણ કમાલની છે. ઇશાંતને તેની હાઇટના કારણે ફાયદો મળે છે. કોહલી લકી છે કે બોલિંગમાં તેની પાસે વિવિધતા છે.

  • અશ્વિન-જાડેજામાં કોણ શાનદાર છે.? શું પ્લેઇંગ-11 માં બદલાવ થશે?

ટીમને લાગે છે કે જાડેજા સારો બોલર છે. પણ જો તમે સારો બોલર પૂછો છો તો મારો અભિપ્રાય અશ્વિન સારો બોલર છે. દુર્ભાગ્યથી તેને તક મળી નથી. પણ જાડેજાએ રન બનાવ્યા. એટલા માટે તેની પસંદગી સારી છે. મને નથી લાગતું કે કોહલી વિનિંગ કોમ્બિનેશન બદલશે.

  • શું તમને લાગે છે કે કોહલીનું હાલનું ફોર્મ ચિંતાનો વિયષ છે.?

કોહલીએ ઇંગ્લેન્ડ સામે ગત સીરિઝમાં 600 રન કર્યા હતા. તે સીરિઝમાં તેના બધા બોલરો હતા. તેનું ખરાબ ફોર્મ ચિંતાનું કારણ નથી.

  • સિરાજના પ્રદર્શનને કઇ રીતે જુવો છો.?

મને લાગે છે કે તે દરેક બોલ માટે સતત દોડ લગાવે છે. તે પ્રતિભાશાળી છે. ફાસ્ટ બોલરોને એક દિવસમાં 20-25 ઓવર નાખવાની હોય છે. જે સહેલી નથી. તે દરેક સ્પેલમાં પોતાનું 100% આપે છે.

  • શું તમને લાગે છે કે પૂજારાને સીરિઝમાં રહેવું જોઇએ?

બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં પુજારા અને રહાણે વચ્ચે એક મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઇ હતી. મને લાગે છે કે જ્યારે તમે રન નથી બનાવતા તો દબાણ રહેશે. તે પહેલા પણ આવી પરિસ્થિતિમાં રમી ચૂક્યો છે. આશા છે કે પુજારા વધુ એક ટેસ્ટમાં ટીમની સાથે બનેલો રહેશે. અનુભવી ખેલાડીને ટેસ્ટમાં ફોર્મમાં પાછા આવતા ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટમાં તક આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...