તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉન્મુક્ત ચંદે ઈન્ડિયન ક્રિકેટમાંથી સંન્યાસ લીધો:ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન 28 વર્ષ પછી નિવૃત્ત, અમેરિકા તરફથી રમી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉન્મુક્તે 67 ફર્સ્ટ ક્લાસ મેચમાં 31.57ની એવરેજથી 3379 રન કર્યા

2012માં ભારતને અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપનું ટાઇટલ જીતાડનાર ઉન્મુક્ત ચંદે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. 28 વર્ષીય બેટ્સમેને કહ્યું કે તે વિદેશમાં તકો શોધશે. એવું માનવામાં આવે છે કે તે હવે અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકે છે.

ફાઇનલમાં 111* રનની અણનમ ઇનિંગ રમી હતી
ઉન્મુક્તે 2012ના અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારીને ભારતને ટાઇટલ જીતાડ્યું હતું. ત્યારપછી તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો એક મોટો સ્ટાર બનશે, પરંતુ ઉન્મુક્ત ડોમેસ્ટિક ક્રિકેટમાં મળેલી તકોનો લાભ લઈ શક્યો નહીં અને તેનું પ્રદર્શન સતત ઘટતું રહ્યું. તે ક્યારેય ભારતની વરિષ્ઠ ટીમનો ભાગ બની શક્યો ન હતો.

ઉન્મુક્તે 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી
ઉન્મુક્ત ચંદે 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આમાં તેણે 31.57ની એવરેજથી 3379 રન કર્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં તેનું પ્રદર્શન વધુ સારું હતું. આ ફોર્મેટમાં તેણે 120 મેચમાં 41.33ની એવરેજથી 4505 રન બનાવ્યા હતા. T-20માં તેણે 77 મેચમાં 22.35ની એવરેજથી 1565 રન કર્યા હતા.

ચોથી રણજી મેચમાં સદી ફટકારી હતી
2012 અંડર 19 વર્લ્ડ કપ બાદ તેને રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમવાની તક મળી હતી. તેણે ચોથી મેચમાં 151 રન બનાવ્યા હતા. તેણે 18 વર્ષની ઉંમરે IPLમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ઉન્મુક્તે દિલ્હી ડેરડેવિલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમવાની તક મળી, પરંતુ તે પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...