ભાસ્કર વિશેષ:ગલી ક્રિકેટથી પ્રારંભ કરનાર 23 વર્ષીય દર્શનનો અનોખો રેકોર્ડ, સતત 4 બોલમાં 4 વિકેટ ઝડપી

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

23 વર્ષીય દર્શન નાલકંડેએ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં 4 બોલમાં 4 વિકેટ ઝડપી. તે આમ કરનાર બીજો ખેલાડી બન્યો. 2019માં કર્ણાટકના અભિમન્યુ મિથુને આમ કર્યું હતું. રેકોર્ડ છતાં સેમિફાઈનલમાં વિદર્ભને કર્ણાટકે 4 રનથી હરાવ્યું. કર્ણાટકે 176/7 નો સ્કોર કર્યો. દર્શને 20મી ઓવરમાં સતત 4 વિકેટ ઝડપી. વિદર્ભની ટીમ 172/6 રન જ કરી શકી. 22 નવેમ્બરે ફાઈનલમાં કર્ણાટકનો સામનો તમિલનાડુથી થશે.

શ્રવણે 5 વિકેટ ઝડપી, આમ કરનાર બીજો ખેલાડી બન્યો
તમિલનાડુએ સેમિફાઈનલમાં હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદ 90 રને ઓલઆઉટ થયું. 32 વર્ષીય શ્રવણ કુમારે 3.3 ઓવરમાં 21 રન આપી 5 વિકેટ ઝડપી. 2 મેડન ઓવર પણ નાંખી. આ અગાઉ 2019માં કર્ણાટકના અભિમન્યુ મિથુને હરિયાણા સામે 39 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન તમિલનાડુ ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...