તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિક ક્રિકેટ:અંડર-19 મેન્સ વન-ડેઃ બરોડાએ 7 વિકેટથી સૌરાષ્ટ્રને હરાવ્યું, સૌરાષ્ટ્રના સુકાની ભાગ્યરાજના 70 રન ટીમને જીતાડી ન શક્યા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિલાયન્સ જી-1 અન્ડર-19 મેન્સ વન ડે ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલા પ્રથમ લીગ મેચમાં બરોડાનો સૌરાષ્ટ્ર સામે 7 વિકેટથી વિજય થયો છે. બરોડાએ ટોસ જીતી સૌરાષ્ટ્રને દાવ આપ્યો હતો.

પ્રથમ બે ઓવરમાં 11 રને બે વિકેટ ગુમાવ્યા બાદ સૌરાષ્ટ્રે ધીમી ગતીએ આગળ વધી હતી. અંતે 49.3 ઓવરમાં સૌરાષ્ટ્રની ટીમ 236 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રના કપ્તાન ભાગ્યરાજ ચુડાસમાએ 95 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 70, સમર ગજ્જરે 65 બોલમાં 3 ચોગ્ગા, 2 છગ્ગાની મદદથી 62 રન, રક્ષિત મહેતાએ 23 રન કર્યા હતા.

બરોડાના મન નાયકે 3, હર્ષ દેસાઇ અને દીપ પટેલે 2-2 વિકેટ મેળવી હતી. બીજી તરફ બરોડાની ટીમે 237 રનનો લક્ષ્યાંક છની એવરેજથી 29.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી જીત મેળવી હતી. બરોડાના કપ્તાન હર્ષલ દેસાઇએ 63 બોલમાં 8 ચોગ્ગા, બે છગ્ગાની મદદથી 73, આયુષ રાયે 50 અને ધ્રુવ પટેલના અણનમ 31 રન હતા.

વુમન U-19 વન ડેમાં ગુજરાતનો વિજય
અમદાવાદ ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ પર મંગળવારે ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અન્ડર-19 વૂમન વન ડે લીગ મેચ રમાયો હતો. ગુજરાતના 233 રનના જવાબમાં સૌરાષ્ટ્ર માત્ર 64 રન જ કરી શકતા ગુજરાતનો 169 રને વિજય થયો છે. ગુજરાતની સંચિતા છગલાણીએ 64 રન કર્યા હતા. સૌરાષ્ટ્રની મહેનૂર ચૌહાણે 3, શ્રૃતિ જાડેજા અને રાબીયા સમાએ 2-2 વિકેટ મેળવી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રની ટીમ 26.1 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ગુજરાતની શ્રૃતિ જાની અને મહેક મોદીએ 2-2 વિકેટ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...