• Gujarati News
  • Sports
  • Cricket
  • U.khwaja Enters In Hayden Smith's Special Club, Scoring Centuries In Both Innings Of The Fourth Test; 388 Runs Target Against ENG

એશિઝમાં કમબેક કિંગ ઉસ્માન ખ્વાજા:ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી, હેડન-સ્મિથના ખાસ ક્લબમાં એન્ટ્રી; ENG સામે 388 રનનો ટાર્ગેટ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. પોતાની કમબેક મેચમાં શાનદાર બેટિંગ કરતા ઉસ્માન ખ્વાજાએ બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી છે. આની સાથે જ આ રેકોર્ડ નોંધાવનારો તે વિશ્વનો 70મો બેટર બની ગયો છે. ખ્વાજાની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 388 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટના નુકસાને 265 રન પર બીજો દાવ ડિકલેર કર્યો હોવાથી ખ્વાજા 101 રને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઈનિંગ આઠ વિકેટના નુકસાને 416 રન પર ડિકલેર કરી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 294 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેવામાં શનિવારની ગેમના અંતે ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન કર્યા છે. અત્યારે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી 358 રન પાછળ છે.

  • ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજા ઉપરાંત કેમરૂન ગ્રીને પણ 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • ખ્વાજા અને ગ્રીન વચ્ચે 179 રનની ભાગીદારી થઈ હતી.
  • ખ્વાજાએ પ્રથમ ઇનિંગમાં 137 રન કર્યા હતા.
  • ખ્વાજા લગભગ અઢી વર્ષ બાદ ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

ખ્વાજાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી

  • ઉસ્માન ખ્વાજા પહેલા આ મેદાન પર ડગ વોલ્ટર્સ અને રિકી પોન્ટિંગ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી ચૂક્યા છે.
  • ડગ વોલ્ટર્સે પ્રથમ વખત 1969માં વેસ્ટ ઈન્ડિઝ સામે 242 અને 103 રન કર્યા હતા. ત્યાર પછી પોન્ટિંગે દક્ષિણ આફ્રિકા સામે આ સિદ્ધિ મેળવી હતી.
  • પોન્ટિંગે 2006માં 120 અને અણનમ 143 રન કરી આ રેકોર્ડ પોતાને નામ નોંધાવ્યો હતો.
  • ખ્વાજા પહેલા આ મેદાન પર બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વોલ્ટર્સ અને પોન્ટિંગ રાઈટ હેન્ડ બેટર હતા. ત્યારે ખ્વાજા આ રેકોર્ડ નોંધાવનાર પહેલો લેફ્ટ હેન્ડ બેટર બની ગયો છે.

મેચના ચોથા દિવસે શું થયું?

  • ઈંગ્લેન્ડે દિવસની શરૂઆત સાત વિકેટે 258 રનથી કરી હતી. બેયરસ્ટોની વિકેટ 289ના કુલ સ્કોર પર પડી હતી. ત્યારપછી બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 122 રનની લીડ સાથે ઉતર્યું હતું. ટીમની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના આઉટ થતા પડી હતી.
  • જોકે ત્યારપછી થોડા સમય માટે માર્નસ લાબુશેન અને માર્કસ હેરિસે ઇનિંગ્સને સંભાળી હતી, પરંતુ માર્ક વૂડે આ પાર્ટનરશિપ તોડી હતી.
  • સ્ટીવ સ્મિથ 23 રન કરીને લીચ દ્વારા બોલ્ડ થયો હતો અને ત્યારબાદ ખ્વાજા અને ગ્રીને શાનદાર સદીની પાર્ટનરશિપ કરી હતી.
  • લીચે ગ્રીનને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી.
  • આ ઓવરના બીજા જ બોલ પર લીચે એલેક્સ કેરીને પણ આઉટ કર્યો હતો.
  • લીચ હેટ્રિક પર હતો, પરંતુ ત્યારપછી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...