ભારત અને પાકિસ્તાનના ગ્રુપમાં નેધરલેન્ડ:UAEએ છેલ્લી મેચમાં નામ્બિયાને 7 રને હરાવ્યું, શ્રીલંકા ગ્રુપમાં ટૉપ પર રહી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં ક્વોલિફાઈંગ ગ્રુપ-એની મેચ હવે પૂરી થઈ ગઈ છે. ગુરુવારે આ ગ્રુપમાં શ્રીલંકાએ નેધરલેન્ડને 7 રનથી અને UAEએ નામ્બિયાને હરાવ્યું હતું. આ રીતે શ્રીલંકાની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. નેધરલેન્ડ ભલે શ્રીલંકા સામે હારી ગયું હોય, પરંતુ પ્રથમ બે મેચમાં જીતને કારણે તેના પણ 3 મેચમાંથી 4 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે શ્રીલંકા પ્રથમ અને નેધરલેન્ડ બીજા ક્રમે છે.

141 રન જ બનાવી શકી નામ્બિયા
UAEએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બેટિંગ કરતા UAEએ 3 વિકેટે 148 રન કર્યા હતા. તો શ્રીલંકા જેવી ટીમને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરનાર નામ્બિયાની ટીમ 8 ઓવરમાં 141 રન જ બનાવી શકી હતી અને 7 રન હારી ગઈ હતી.

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડના ગ્રુપમાં શ્રીલંકાની ટીમને સ્થાન મળ્યું
શ્રીલંકાએ ક્વોલિફાઈંગ ગ્રુપ-એમાં પ્રથમ સ્થાન મેળવીને સુપર-12માં ગ્રુપ 1 માટે ક્વોલિફાય કર્યું હતું. આ સાથે જ નેધરલેન્ડે ગ્રુપ 2માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પહેલેથી જ સુપર-12 ગ્રુપ 1માં હાજર છે. હવે તેમાં શ્રીલંકા પણ જોડાઈ ગયું છે.

સુપર-12 ગ્રુપ 2માં નેધરલેન્ડ ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ પછી પાંચમી ટીમ બની ગઈ છે. શુક્રવારના રોજ ક્વોલિફાઇંગ ગ્રુપ બીની મેચ પૂરી થયા પછી બન્ને ગ્રુપમાં છઠ્ઠી ટીમની ખબર પડશે.

આવતીકાલે છઠ્ઠી ટીમનો નિર્ણય થશે
શુક્રવારે વેસ્ટઈન્ડિઝનો મુકાબલો આયર્લેન્ડ સામે થશે અને સ્કોટલેન્ડનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે થશે. આ ગ્રુપમાં ચારેય ટીમએ બે-બે મેચ રમી છે અને તમામે 1-1 મેચ જીતી છે. તેથી સુપર-12ના ક્યા ગ્રુપમાં કઈ ટીમ જશે તે હજુ નક્કી નથી. શુક્રવારે બપોર પછી જ આ વિશે ખબર પડશે.