તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Two Pakistan Coaches Misbah And Waqar Younis Resigned Before The T 20 World Cup; Speculation Of Internal Disputes In The Team

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઝાટકો:T-20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનના કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનિસનું રાજીનામું; ટીમમાં આંતરીક વિવાદોની અટકળો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિસ્બાહ અને વકાર યુનિસ - ફાઈલ ફોટો - Divya Bhaskar
મિસ્બાહ અને વકાર યુનિસ - ફાઈલ ફોટો
  • આજે પાકિસ્તાનની T-20 વર્લ્ડકપ માટેની ટીમ જાહેર થઈ છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કંઈ પણ ઠીક ચાલી રહ્યુ નથી. આજે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની T-20 વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરી છે. ટીમની જાહેરાત થયા બાદ તરત જ પાકિસ્તાનની ટીમના મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યુનિસે પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે. T-20 વર્લ્ડકપ પહેલા ચાલી રહેલા આ વિવાદોથી ટીમના મનોબળ પર ગંભીર અસર પડી શકે છે.

વકાર યુનિસ અને મિસ્બાહ- ફાઈલ ફોટો
વકાર યુનિસ અને મિસ્બાહ- ફાઈલ ફોટો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બપોરે 12 વાગ્યે ટી-20 વર્લ્ડકપ ટીમની જાહેરાત કરી અને 2:30 વાગ્યે પાકિસ્તાનના કોચ મિસ્બાહ ઉલ હકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મિસ્બાહ ઉલ હક સાથે બોલિંગ કોચ વકાર યુનિસે પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. બંનેએ પોતાના પદ પરથી રાજીનામું કેમ આપી દીધું તેનું કારણ હજી નથી જણાવ્યું.

પાકિસ્તાનની વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત
પાકિસ્તાને 17 ઓક્ટોબરથી શરુ થનારા ટી-20 વર્લ્ડકપ માટેની ટીમની જાહેરાત કરી છે. ભારત સામે પાકિસ્તાનની મેચ 24 ઓક્ટોબરે રમાશે અને આ મેચ સાથે જ ભારત પોતાનું ટી-20 વર્લ્ડકપ મિશન ચાલૂ કરશે.

T-20 વર્લ્ડકપ માટેની પાકિસ્તાની ટીમ
બાબર આઝમ, શાદાબ ખાન, આસિફ અલી, આઝમ ખાન, હારિસ રઉફ, હસન અલી, ઈમાદ વસીમ, ખુશદિલ શાહ, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનેન, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શાહીન આફ્રિદી, સોહેબ મકસૂદ.

રિઝર્વ પ્લેયર્સ: શાહનવાઝ ધાની, ઉસ્માન કાદિર, ફખર ઝમાન

અન્ય સમાચારો પણ છે...