તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLમાં નવી ટીમોનું ઓક્શન:ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમ ઉમેરાશે, 17 ઓક્ટોબરે હરાજી થશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
IPL ટ્રોફી- ફાઈલ ફોટો - Divya Bhaskar
IPL ટ્રોફી- ફાઈલ ફોટો

IPLની 14મી સિઝનનો સેકેન્ડ ફેઝ યુએઈમાં યોજાશે. ચાર દિવસ બાદ ઈન્ડિયન ટી-20 લીગના બીજા ફેઝની શરૂઆત થવાની છે. તમામ આઠ ફ્રેન્ચાઇઝી અને મોટાભાગના ખેલાડીઓ UAE પહોંચી ગયા છે. મંગળવારે મળતી માહિતી મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે બે ટીમોની હરાજી 17 ઓક્ટોબરે કરવામાં આવશે જ્યારે 'ટેન્ડર આમંત્રણ' 5 ઓક્ટોબર સુધી ખરીદવામાં આવશે. 21 સપ્ટેમ્બર તમામ પૂછપરછ માટેનો છેલ્લો દિવસ રહેશે.

સમાચાર એજન્સી ANIએ આ બાબતની જાણકારી આપતા જણાવ્યું છે કે IPLની નવી 2 ટીમો માટેનું ઓક્શન 17 ઓક્ટોબરે યોજાશે.

IPLની ગવર્નિંગ કાઉન્સિલે 31 ઓગસ્ટ, 2021ના રોજ બે નવી ટીમોની હરાજી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી હતી. તે મુજબ 2022માં મેગા ઓક્શનમાં બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવશે, જે બાદ લીગમાં ફ્રેન્ચાઇઝીઓની સંખ્યા વધીને 10 થઈ જશે.

બિડ માટે બેઝ પ્રાઇસ રૂ. 2000કરોડ!
સમાચાર એજન્સી પીટીઆઈએ પોતાના સૂત્રો પ્રમાણે જણાવ્યું કે કોઈ પણ કંપની 75 કરોડ રુપિયા આપીને બિડ દસ્તાવેજ ખરીદી શકે છે. પહેલા બે નવી ટીમોની બેઝ પ્રાઈસ 1700 કરોડ રુપિયા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ બાદમાં પ્રાઈસ 2000 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે BCCI ઓછામાં આછા 5000 કરોડ રુપિયાની આશા રાખી રહ્યું છે. આવનારા સત્રમાં IPLમાં 74 મેચ થશે અને આ દરેક માટે ફાયદાકારક સ્થિતિ બની રહેશે. જાણવા મળ્યું છે કે વાર્ષિક 3000 કરોડ રુપિયા તથા તેનાથી વધુ ટર્ન ઓવર રાખનારી કંપનીઓને જ બિડ પ્રક્રિયામાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે.

લખનઉનું ઇકાના સ્ટેડિયમ બેઝ સાઇટ હોઈ શકે છે
નવી ટીમોના બેઝ સાઇટ્સમાં અમદાવાદ, લખનઉ અને પુણેનો સમાવેશ થાય છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને લખનઉનું ઇકાના સ્ટેડિયમ ફ્રેન્ચાઇઝીની પસંદગી હોઈ શકે છે કેમકે આ સ્ટેડિયમોની ક્ષમતા વધારે છે.

અન્ય સમાચારો પણ છે...