તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Twitter User Troll Josh Hazelwood After He Took His Name Off From Ipl 14, Fans Trolled Him On Social Media

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેન્સે પૂર'જોશ'માં 'હેઝલવુડ'ને ટ્રોલ કર્યો:IPL-14માંથી નામ પાછું ખેંચતા ફેન્સે તેની ફીરકી લીધી, કહ્યું- પુજારાથી ડરી ગયો હશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુજારા અને હેઝલવુડની ફાઈલ તસવીર - Divya Bhaskar
પુજારા અને હેઝલવુડની ફાઈલ તસવીર
  • હેઝલવુડે નામ પરત લેતા CSKની ટીમમાં મોટું ગાબડું પડ્યું હતું
  • CSKની ટીમે પણ ટ્વિટર પર પુજારા અને જોશ હેઝલવુડ વચ્ચેની મીમ ગેમમાં જંપલાવ્યું હતું
  • નેટ્સમાં પુજારાને બોલિંગ ન કરવી પડે તેના માટે IPLની 14મી સિઝનમાંથી હેઝલવુડે વિદાય લીધી હશેઃ ક્રિકેટ ફેન

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે IPLની 14મી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ગત IPLની સિઝન CSK માટે ખાસ રહી નહતી તેવામાં જ્યારે જોશ હેઝલવુડે આ સિઝનમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે ત્યારે CSKની ટીમમાં મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હેઝલવુડના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. લોકોએ કહ્યું હતું કે જોશ હેઝલવુડે પુજારાના CSKમાં આગમનને કારણે નામ પરત લીધું છે. મહત્ત્વની વાત એ હતી કે CSKના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલે પણ મસ્તીમાં પોસ્ટ કર્યું હતું કે ચેપુ! જોશ શુ થયું ?

IPLના ચાહકોની ઈચ્છા હતી કે પુજારા અને હેઝલવુડ એક સાથે ટીમમાં પ્રદર્શન દાખવે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ્યારે ટેસ્ટ સિરીઝ યોજાઈ હતી, ત્યારે પુજારાએ તેની ડિફેન્સીવ ટેકનીકથી હેઝલવુડને ઘણો પરેશાન કર્યો હતો. તે દરમિયાન આ બન્ને ખેલાડીઓ વચ્ચે ભારે સ્પર્ધા સર્જાઈ હતી. ભારતના અન્ય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન બોલર્સ સામે સ્ટ્રગલ કરી રહ્યા હતા. પરંતુ પુજારાએ પોતાની ટેકનીકથી હેઝલવુડ સહિત તમામ બોલર્સનો સામનો કર્યો હતો. જોકે હેઝલવુડે પુજારાને ઘણીવાર આઉટ પણ કર્યો છે. તેમ છતાં આસ્ટ્ર્રેલિયાનો આ ફાસ્ટ બોલર પણ સ્વીકારે છે કે પુજારાને આઉટ કરવો ઘણો મુશ્કેલ છે.

ટ્વિટર પર મીમ મારફતે હેઝલવુડ ટ્રોલ થયો
હેઝલવુડે જ્યારે IPL-14માંથી પોતાનું નામ પર ખેંચ્યું ત્યારે ટ્વિટર પર પુજારાના ફેન્સે હેઝલવુડને ટ્રોલ કર્યો હતો. મોટાભાગે ફેન્સે કહ્યું હતું કે પુજારાને કારણે હેઝલવુડે પોતાનુ નામ પાછું ખેચ્યું હશે. ગણતરીના કલાકોમાં લોકોએ ટ્વિટરમાં મીમ શેર કરીને હેઝલવુડની ફીરકી લીધી હતી. તેમાં એક ફેને કહ્યું હતું કે હેઝલવુડ પુજારાથી ડરી ગયો છે અને તેને નેટ્સમાં બોલિંગ ન કરવી પડે તેના માટે IPLની 14મી સિઝનમાંથી વિદાય લઈ લીધી છે.

પરિવાર સાથે સમય પસાર કરીશઃ હેઝલવુડ
હેઝલવુડે આ તમામ વાતોની ખંડણી કરી હતી. તેણે જણાવ્યું હતું કે T20 વર્લ્ડ કપ અને એશિઝના કારણે IPLની આ સિઝનમાંથી વિરામ લેવાનો નિર્ણય કર્યો છે. વળી તે બાયોબબલથી દૂર રહીને પોતાના પરિવાર સાથે પણ થોડો સમય પસાર કરવા ઈચ્છુક હતો, જેથી તેણે આ પગલું ભર્યું છે.

નેટ્સમાં પુજારાએ જોરશોરથી પ્રેક્ટિસ કરી
ચેતેશ્વર પુજારા 7 વર્ષ પછી ટૂર્નામેન્ટમાં વાપસી કરી રહ્યો છે. તે 2014માં છેલ્લી વખત IPLમાં રમ્યો હતો. આ સિઝનમાં પુજારા એના શોર્ટ ફોર્મેટના કૌશલ્યને પણ ઓપ આપવા માટે નેટ્સમાં દિવસ-રાત પ્રેક્ટિસ કરી રહ્યો છે. પુજારા ટેસ્ટમેચમાં જે સ્ટાન્સથી બેટિંગ કરતો હતો તેના બદલે હવે તે T20માં એક નવા સ્ટાન્સથી બેટિંગ કરશે. પુજારાએ નેટ્સમાં દીપક ચહર, કર્ણ શર્માની બોલિંગ પર છગ્ગાઓ પણ વરસાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો