તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Tushar Of Delhi Capitals Debuted In IPL, Seeing A Long Line Of Batsmen In The Trial, Tushar Stood In The Line Of Bowlers

ડેબ્યુ:દિલ્હી કેપિટલ્સના તુષારે IPLમાં ડેબ્યુ કર્યું, ટ્રાયલમાં બેટ્સમેનોની લાંબી લાઈન જોઈને તુષાર બોલરોની લાઈનમાં ઊભો રહી ગયો હતો

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે.
  • 2018માં પંજાબે ટ્રાયલ માટે બોલાવ્યો હતો, પરંતુ ક્લબ મેચને કારણે ગયો ન હતો

મુંબઈના 25 વર્ષના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યુ કર્યું છે. તેણે 4 ઓવરમાં 37 રન આપીને બેન સ્ટોક્સ અને શ્રેયસ ગોપાલની વિકેટ લીધી. સ્ટોક્સની વિકેટે જ મેચનું પાસું દિલ્હીની તરફે કરી નાખ્યું હતું. મુંબઈએ ભારતીય ક્રિકેટને એક-એકથી ચઢિયાતા બેટ્સમેન આપ્યા છે. તુષારનું સ્વપ્ન પણ કંઈક આવું જ હતું.

તુષાર 2007માં પોતાના કેટલાક મિત્રો સાથે બીપીએલ લૂપ એકેડમીમાં પસંદગી માટે ટ્રાયલ આપવા શિવાજી પાર્ક જીમખાના ગયો હતો. અહીં બેટિંગ માટેની લાઈન લાંબી હતી. 40-50 ખેલાડી લાઈનમાં હતા, જ્યારે 20-25 પેડ પહેરીને તૈયાર હતા. બોલરોની લાઈનમાં માત્ર 15-20 ખેલાડી જ હતા. એ સમયે સાડા ત્રણ વાગ્યા હતા અને ટ્રાયલ 6 વાગે સમાપ્ત થવાની હતી. તેના અંગે તુષારે કહ્યું કે, ‘મેં વિચાર્યું કે, આટલા ખેલાડી બેટિંગની લાઈનમાં છે. મને તક નહીં મળે, પરંતુ હું ખાલી હાથ પાછો જવા માગતો ન હતો. આથી બોલિંગની લાઈનમાં ઊભો રહી ગયો’.

ટ્રાયલ અંગે તેણે વધુમાં કહ્યું કે, એ સમય સુધી તેને એ વાતની ખબર ન હતી કે તે કોઈ અન્ય ખેલાડીથી ફાસ્ટ બોલ ફેંકે છે. ટ્રાયલમાં તેને બોલિંગ માટે નવો બોલ મળ્યો. તુષારે કહ્યું કે, ‘મેં બોલ નાખ્યો અને તે આઉટ સ્વિંગ થયો. ત્યાર પછી પેડી સરે કહ્યું, વેલ બોલ્ડ, ફરી આવો જ બોલ નાખો. મને ખબર જ ન હતી કે બોલ કેવી રીતે સ્વિંગ થયો. છતાં 6-7 હોલ ફેંક્યા. ત્યાર પછી મને શોર્ટલિસ્ટ કરી લેવાયો.’

2018માં કિંગ્સ ઈલેવન પંજાબે તુષારને ટ્રાયલ માટે બોલાવ્યો હતો, પરંતુ રણજીની તૈયારી માટે તેણે પોલીસ શિલ્ડ મેચ રમવાનો નિર્ણય લીધો હતો. એ મેચમાં ઈજાગ્રસ્ત થયા પછી દેશપાંડે અનેક મહિના રમી શક્યો ન હતો. તે આઈપીએલ 2008 દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં બોલ બોય પણ હતો. 2016માં તેણે મુંબઈ માટે ડેબ્યુ કરવાની તક મળી હતી.

તુષાર દેશપાંડેએ મુંબઈને વિજય હજારે ચેમ્પિયન બનાવી હતી
તુષારને નામે અત્યાર સુધી 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 50, 19 લિસ્ટ-એ મેચમાં 21 અને 21 ટી20 મેચમાં 33 વિકેટ છે. તેણે 2018-19માં મુંબઈને વિજય હજારે ટ્રોફીની વિજેતા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તુષારે ક્વાર્ટર ફાઈનલમાં 5, સેમિફાઈનલમાં 3 અને ફાઈનલમાં 2 વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો