શોએબ બોલ્યો- ઈન્ડિયામાં વર્લ્ડ કપ જીતીશું:ભારતનું નામ લઈને પોતાનું દર્દ છુપાવવાનો પ્રયાસ કર્યો, શમીએ વળતો પ્રહાર કર્યો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા પર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ટ્રોલ કર્યા પછી પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર એક વીડિયો ટ્વિટ કર્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ પોતાની ટીમને પ્રોત્સાહિત કરતો જોવા મળી રહ્યો છે. અને વીડિયોના અંતે તે કહે છે તે 'પાકિસ્તાનની ટીમ ભારતમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડશે.'

શોએબ અખ્તર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. ફાઈનલમાં પાકિસ્તાનની હાર પછી તેણે તૂટેલા દિલવાળું ઇમોજી મૂકીને ટ્વિટ કરી હતી. આ પથી મોહમ્મદ શમીએ તેને ટોણો મારતા કહ્યું હતું કે 'માફ કરજો ભાઈ પણ આ કર્મનું ફળ છે.'

શોએબે નવા વીડિયોમાં શું કહ્યું તે વાંચો...
શોએબ અખ્તરે કહ્યું કે 'પાકિસ્તાન વર્લ્ડ કપ હારી ગયું છે. પરંતુ, પાકિસ્તાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ એવી પરિસ્થિતિમાં જ નહોતી, પરંતુ ટીમે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને પાકિસ્તાનને ફાઈનલમાં લઈ ગયા. વાંધો નહીં, શાહિન શાહને ઈજા ખોટા સમયે પહોંચી. પરંતુ અમે અહીંથી હારીશું નહિ. જેમ સ્ટોક્સને 2016માં ચાર સિક્સર ફટકારીને વેસ્ટઈન્ડિઝે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ત્યારે આજે તેણે પોતાની ટીમને જ ફાઈનલમાં જિતાડ્યું છે. અને તેણે વર્લ્ડ કપ જીત્યો. હું દુઃખી છું. ...નિરાશ પણ છું. પણ કોઈ વાંધો નહીં. હું તમારી સાથે છું. આપણે આવતા વર્ષે ભારતમાં વર્લ્ડ કપ જીતીશું.'

શોએબને ટ્રોલ કરવાના 2 કારણો...

1. શોએબે ભારતને ટોણો માર્યો
ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી અખ્તરે કહ્યું હતું કે 'ભારત માટે આ શરમજનક હાર છે. ભારત ખૂબ જ ગંદું રમ્યું છે અને હારવા લાયક હતું. ભારત ફાઈનલમાં પહોંચવાને લાયક નહોતું. ભારત ખૂબ જ ગંદી રીતે હાર્યું છે.'

2. ભારતીય બોલિંગને સામાન્ય ગણાવી હતી
ભારતીય ઝડપી બોલર્સ એવરેજ ગણાવતા શોએબે કહ્યું હતું કે, 'ભારતની બોલિંગ ખુલ્લી પડી ગઈ છે. આ સ્થિતિ ઝડપી બોલરોની છે અને ભારત પાસે કોઈ એક્સપ્રેસ ફાસ્ટ બોલર નથી. ,

3. હર્ષા ભોગલેએ વખાણ કર્યા જ્યારે શોએબે શમી પર નિશાન સાધ્યું

હર્ષ ભોગલેએ પાકિસ્તાન ટીમના બોલરના વખાણ કર્યા હતા, ત્યારપછી શોએબે ફરી શમી પર નિશાન સાધ્યું હતું. હર્ષનું ટ્વિટ શેર કરતાં તેણે લખ્યું હતું આને ઈન્ટેલિજન્ટ ટ્વિટ કહેવાય છે.

શોએબ-શમીના વિવાદમાં અફ્રિદીએ પણ ઝંપલાવ્યું

આફ્રિદીએ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા યુદ્ધ પર કહ્યું કે 'રમતગમતથી ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરી શકે છે.' - ફાઈલ ફોટો.
આફ્રિદીએ સોશિયલ મીડિયા પર શરૂ થયેલા યુદ્ધ પર કહ્યું કે 'રમતગમતથી ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરી શકે છે.' - ફાઈલ ફોટો.

TV ચેનલમાં શાહિદ આફ્રિદીએ શમીની ટ્વિટ વિશે વાત કરતા કહ્યું હતું કે 'તમે રિટાયર થઈ ગયા હોવ તો પણ આવું ના કરવું જોઈએ. ત્યારે તમે તો ટીમ તરફથી રમી રહ્યા છો. તમારે આ બધી વસ્તુઓથી અળગા રહેવું જોઈએ.'

'લોકો અમને ક્રિકેટર્સને એક રોલ મોડેલની રીતે જોવે છે. આપણે આ બધાને વધારવાની બદલે ખત્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે જ આવું બધું કરીશું તો સામાન્ય લોકો તો આપણી પાસેથી આવું શીખવાના છે. સ્પોર્ટ્સથી સંબંધો સારા થઈ શકે છે. આપણે આ ટીમને પાકિસ્તાનમાં રમતા જોવા માગીએ છીએ, એટલે આ બધાને આપણે બંધ કરવું જોઈએ.'

ઈરફાન પઠાણ સાથે પણ શોએબને વિવાદ થયો હતો
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર અને કમેન્ટેટર ઈરફાન પઠાણે બુધવારે એક ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાને T20 વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ પછી ઈરફાન પઠાણે લખ્યું હતું કે 'પાડોશીઓની જીત તો થાય, પરંતુ સમ્માન તમારા માટે નથી.'

આના પર જવાબ આપતા અખ્તરે કમેન્ટ કરી હતી કે 'અરે શું થઈ ગયું બ્રો? કોઈએ કંઈ કહ્યું હોય તો કહેજે, હું તેને બોલી દઈશ. પ્રોમીસ.' તો સામે ઈરફાન પઠાણે મજાકમાં ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે 'હાહા, સ્ટેડિયમમાં થોડી અસભ્યતા અને તેની પ્રતિક્રિયા. બાકી તમે મને જાણો છો, અમે મેનેજ કરીએ છીએ. તને ઘણો પ્રેમ ભાઈ.'