તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Top scorer Kishan Was An Invaluable Contributor To Mumbai Indians' Victory Last Season, This Time In The Orange Cap Race To Face The IPL Giants.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL 2021:ગઈ સીઝનમાં મુંબઈની જીતમાં ટોપ-સ્કોરર કિશનનો હતો અમૂલ્ય ફાળો, આ વખતે ઓરેન્જ કેપની રેસમાં આપશે દિગ્ગજોને ટક્કર

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગઈ સીઝનમાં કિશન 516 રન સાથે મુંબઈ ઇન્ડિયન્સનો ટોપ સ્કોરર હતો, ઓવરઓલ હાઈએસ્ટ સ્કોરરની સૂચિમાં પાંચમા સ્થાને હતો

IPL 2021ની સીઝનને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 9 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચ સાથે જ ટૂર્નામેન્ટનો શુભારંભ થઈ જશે. ત્યારે તમામ ફેન્સમાં કઈ ટીમ ચેમ્પિયન બનશે તે સાથે જ આ વખતે ઓરેન્જ કેપની રેસમાં કોણ બાજી મારશે તે અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઓરેન્જ કેપ જીતવાની રેસમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સનો બેટ્સમેન ઈશાન કિશન ડાર્ક હોર્સ બની શકે છે.

ગઈ સીઝનમાં ગજબ રીતે બોલ્યું હતું કિશનનું બેટ
કિશન ગઈ સીઝનમાં પોતાના પ્રદર્શનથી છવાઈ ગયો હતો. તેનું બેટ એવું બોલ્યું હતું કે મોટા કદ વાળા ખેલાડીઓ તેના પડછાયામાં રહી ગયા હતા. તેણે 14 મેચની ઇનિંગ્સમાં 57.33ની એવરેજ અને 145.76ની સ્ટ્રાઇક રેટથી 516 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો શ્રેષ્ઠ સ્કોર 99 રનનો રહ્યો હતો. તેણે 36 ફોર અને 30 મેક્સિમમ મારી હતી.

ઈશાન કિશને તાજેતરમાં ભારત માટે T20I ડેબ્યુ કર્યું હતું.
ઈશાન કિશને તાજેતરમાં ભારત માટે T20I ડેબ્યુ કર્યું હતું.

કોહલી, ડિવિલિયર્સ, રોહિત, રાહુલ દરેકને અમુક વિભાગમાં માત આપી
જ્યારે કોઈ બેટ્સમેનની સીઝન એવી રહી હોય કે તેણે વિરાટ કોહલી કરતાં વધુ એવરેજ, લોકેશ રાહુલ કરતાં વધુ સ્ટ્રાઇક રેટ, એબી ડિવિલિયર્સ કરતાં વધુ ફોર, ક્રિસ ગેલ કરતાં વધુ સિક્સ અને રોહિત શર્મા કરતાં વધુ રન બનાવ્યા હોય તો તેને ડ્રિમ સીઝન સિવાય બીજું કઈ કહી શકાય નહીં. કિશને ગઈ સીઝનમાં આવું જ કારનામું કરી બતાવ્યું હતું. તેવામાં આ સીઝનમાં કિશન ઓરેન્જ કેપની રેસમાં બાજી મારી જાય તો નવાઈ નહીં.

કિશનના ડેબ્યુમાં મંત્રમુગ્ધ થયું હતું મોટેરા
ભારતે ઇંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીજી T20માં 165 રનનો પીછો કરતાં 17.5 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઈશાન કિશને મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. ઈશાન કિશને ડેબ્યુમાં શાનદાર ફિફટી મારી હતી, આ ઉપરાંત અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. ઈશાન કિશને 36 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 56 રન કર્યા.

ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી.
ઈશાન કિશન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની ભાગીદારી કરી હતી.

ભારત માટે T-20 ડેબ્યુ ઇનિંગ્સ પર ફિફટી મારનાર ખેલાડીઓ

 • 61 અજિંક્ય રહાણે v ઇંગ્લેન્ડ, માન્ચેસ્ટર 2011
 • 56 ઈશાન કિશન v ઇંગ્લેન્ડ, અમદાવાદ 2021
 • 50 રોબિન ઉથપ્પા v પાકિસ્તાન, ડરબન 2007
 • 50* રોહિત શર્મા v સાઉથ આફ્રિકા, ડરબન 2007

T20 ડેબ્યુમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

 • ઈશાન કિશને ઈંગ્લેન્ડ સામે 4 સિક્સ ફટકારી
 • મુરલી વિજયે અફઘાનિસ્તાન સામે 3 સિક્સ મારી હતી
 • રાહુલ દ્રવિડે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ મેચમાં 3 સિક્સ મારી હતી
 • આશિષ નેહરાએ શ્રીલંકા સામે ડેબ્યૂ મેચમાં 2 છગ્ગા માર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો