ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બે ફેન ઘૂસ્યા:પૂજારા સાથે સેલ્ફી લીધી, પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી, એકની ધરપકડ

ઈન્દોર17 દિવસ પહેલા

ઈન્દોરમાં શુક્રવારે ત્રીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં 2 ફેન્સ ઘૂસ્યાનો મામલો સામે આવ્યો છે. બંનેએ ચેતેશ્વર પૂજારા સાથે સેલ્ફી લીધી હતી. આ સમગ્ર ઘટના ગુરુવારે સાંજે મેચ પૂરી થયાના થોડા સમય પહેલાં જ બની હતી.

આ બંને ફેન્સ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઘૂસી ગયા હતા. ફેન્સને ડ્રેસિંગ રૂમની નજીક જોઈને સિક્યોરિટી અને MPCAના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. આ ઘટના બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ તરફ, પોલીસે કહ્યું, એક ફેન ઘૂસ્યો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવી હતી. ડ્રેસિંગ રૂમની તપાસ કરવામાં આવી હતી. આ ટેસ્ટ અઢી દિવસમાં પૂરી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકેટે હરાવ્યું. સિરીઝ 1-2થી પોતાના નામે કરી હતી.

ઈન્દોર મેચ દરમિયાન હોલ્ડર સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ.
ઈન્દોર મેચ દરમિયાન હોલ્ડર સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ.

પોલીસે કહ્યું- બે નહીં, પરંતુ એક ફેન અંદર ઘૂસ્યો હતો
તુકોગંજ ટીઆઈ કમલેશ શર્માનું કહેવું છે કે અંદર માત્ર એક ફેન ઘૂસ્યો હતો. તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. તે કિચનના રસ્તે થઈને ડ્રેસિંગ રૂમમાં ઘૂસ્યો હતો. આ ઘટના ગુરુવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીનું નામ જાવેદ છે. તે રેકડી ચલાવે છે. જ્યારે આ બાબતે કેટલાક લોકોનું કહેવું છે કે બે લોકો ડ્રેસિંગ રૂમમાં અંદર ગયા હતા. બીજાનું નામ કય્યુમ જણાવવામાં આવી રહ્યું છે. જાવેદ અને કય્યુમ બંને મેવાતી કોલોનીમાં રહે છે.

ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો
ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં માત્ર 109 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 197 રન બનાવ્યા હતા. કાંગારૂ ટીમે પ્રથમ ઈનિંગના આધારે 88 રનની સરસાઈ મેળવી હતી.

ભારતીય ટીમનું બીજી ઈનિંગમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને આખી ટીમ 136 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ તરફ ઓસ્ટ્ર્લિયાની ટીમે જીત માટે 76 રનનો સરળ લક્ષ્યાંક મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઉસ્માન ખ્વાજાની વિકેટ ગુમાવ્યા બાદ 18.5 ઓવરમાં જ લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારતીય ટીમે હાલની સિરીઝમાં 2-1ની લીડ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...