થર્ડ અમ્પાયરના નિર્ણય સામે વિવાદ:શેન વોર્ને કહ્યું- ટિમ પેન આઉટ હતો, તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સામે બોક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનને થર્ડ અમ્પાયરે રન આઉટ આપ્યો ન હતો. આ નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્ને થર્ડ અમ્પાયરના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

વોર્ને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે થર્ડ અમ્પાયર દ્વારા ટિમ પેનને રન આઉટ ન અપાતાં હું હેરાન છું. મારા હિસાબે તેનું બેટ ક્રિઝની અંદર આવ્યું જ ન હતું.

શું થયું હતું
મેચની પ્રથમ ઈનિંગમાં 55મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન કેમરુન ગ્રીન શોટ રમીને રન માટે દોડ્યો હતો. ગ્રીને પહેલા ના પાડી હતી, પછી રન માટે દોડ્યો હતો. ત્યાર પછી નોન-સ્ટ્રાઈક પર રહેલા ટિમ પેન પણ રન માટે દોડ્યો હતો. ત્યારે બોલ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં આવ્યો, તેણે સ્ટમ્પ પાડી દીધા હતા. ટીવી-રિપ્લેમાં સ્પષ્ટ દેખાયું કે પેનનું બેટ ક્રિઝ ઉપર હતું.

નિયમો મુજબ, જો કોઈ બેટ્સમેનનું બેટ ક્રિઝલાઈન પર હોય તો તે આઉટ હોય છે, પરંતુ થર્ડ અમ્પાયરે પેનને આઉટ આપ્યો ન હતો.

ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 195 રન બનાવી શકી
ટિમ પેન 13 રન બનાવી આઉટ થયો હતો. સ્પિનર અશ્વિનની ઓવરમાં તે આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રન બનાવી શકી હતી. બુમરાહે સૌથી વધારે 4 વિકટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...