• Home
  • Sports
  • Cricket
  • Throwback Picture: Ricky Ponting posted a photo of a bat used against India in the 2003 World Cup final

થ્રોબેક પિક્ચર: રિકી પોન્ટિંગે 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે જે બેટ વાપર્યું હતું, તેનો ફોટો પોસ્ટ કર્યો

2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં સેન્ચુરી માર્યા પછી રિકી પોન્ટિંગ.
2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં સેન્ચુરી માર્યા પછી રિકી પોન્ટિંગ.
X
2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં સેન્ચુરી માર્યા પછી રિકી પોન્ટિંગ.2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં સેન્ચુરી માર્યા પછી રિકી પોન્ટિંગ.

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 02:56 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયા 2003ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને જોહનેસબર્ગ ખાતે 125 રને હરાવી ત્રીજીવાર ચેમ્પિયન  બન્યું હતું. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 2 વિકેટે 359 રન કર્યા હતા. રિકી પોન્ટિંગે કપ્તાની ઇનિંગ્સ રમતા 121 બોલમાં 4 ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 140 રન કર્યા હતા. તેનો સાથ આપતા ડેમિયન માર્ટિને 84 બોલમાં 88* રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ત્રીજી વિકેટ માટે 234* રનની ભાગીદારી કરી હતી. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયા ત્યારબાદ 2007માં ટાઇટલ ડિફેન્ડ કરવામાં સફળ રહ્યું હતું અને 2015માં પાંચમીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

પોન્ટિંગે સોમવારે ટ્વીટ કરીને કહ્યું કે, "આપણે બધા ઘરે છીએ અને સમય હોવાથી મેં વિચાર્યું કે મેં મારા કરિયરમાંથી જે પણ વસ્તુઓ સાચવીને રાખી છે તે નિયમિત રીતે તમારી સાથે શેર કરતો રહું. આ તે બેટ છે જે મેં 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં વાપર્યું હતું."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી