• Home
  • Sports
  • Cricket
  • "This match will always be a special milestone in our journey as a Test team," Kohli said, recalling the 2014 Adelaide Test.

કેપ્ટનશિપ ડેબ્યૂ / કોહલીએ 2014ની એડિલેડ ટેસ્ટ યાદ કરીને કહ્યું, આ મેચ અમારી ટેસ્ટ ટીમ તરીકેની જર્નીમાં કાયમ સ્પેશિયલ માઇલસ્ટોન રહેશે

X

  • એમએસ ધોની ઇજાગ્રસ્ત હોવાથી 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટમાં કોહલીએ પહેલીવાર કપ્તાની કરી હતી
  • 364 રનચેઝ કરતા ભારત 48 રને હાર્યું હતું, વિરાટે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 07:32 PM IST

વિરાટ કોહલીએ મંગળવારે કેપ્ટન તરીકેની તેની પ્રથમ ટેસ્ટ મેચ યાદ કરી હતી. એમએસ ધોની ઇજાગ્રસ્ત હોવાથી કોહલીને ટીમને લીડ કરવાની તક મળી હતી. તેણે કહ્યું કે, "2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાનની એડિલેડ ટેસ્ટ ટીમ માટે હંમેશા એક માઇલસ્ટોન રહેશે." બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં (9થી 13 ડિસેમ્બર) ભારતે માઇકલ ક્લાર્કની ટીમને જોરદાર ફાઈટ આપી હતી. કોહલીએ બંને ઇનિંગ્સમાં સદી મારી હતી, તેમાં છતાં ભારત મેચ જીતી શક્યું નહોતું. 

કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા કહ્યું, "આ ટેસ્ટ બહુ સ્પેશિયલ અને મહત્ત્વની હતી. તેના થકી જ આજે અમે આવી ટીમ બન્યા છીએ. બંને સાઈડ ઇમોંશન્સ સાથે રમી અને દર્શકો માટે પણ એક મજેદાર મેચ હતી."

કોહલીએ વધુ ઉમેરતા કહ્યું કે, "અમે નજીક આવ્યા છતાં ફિનિશિંગ લાઈન ક્રોસ કરી શક્યા ન હતા. આ ટેસ્ટે અમને શીખવાડ્યું કે, જો કમિટમેન્ટ આપો તો કંઈપણ શક્ય છે. અમને જે વસ્તુ એકસમયે બહુ અઘરી લાગતી હતી, તે કરવાની બહુ નજીક આવી ગયા હતા. આ અમારી ટીમની જર્નીમાં કાયમ એક સ્પેશિયલ માઇલસ્ટોન રહેશે."

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ 517/7 એ ડિક્લેર કર્યો હતો. ડેવિડ વોર્નર, માઇકલ ક્લાર્ક અને સ્ટીવ સ્મિથે સદી મારી હતી. જવાબમાં ભારતે કોહલીના 115 રન થકી 444 રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં કાંગારૂએ 290/5 ઇનિંગ્સ ડિક્લેર કરી ભારતને 364 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોહલીએ ફરી એકવાર શાનદાર દેખાવ કરતા 141 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર મુરલી વિજયે પણ 99 રન કર્યા હતા. જોકે બંનેના શાનદાર યોગદાન છતાં ભારત 315 રન જ કરી શક્યું હતું અને 48 રને મેચ હાર્યું હતું. મેચમાં 12 વિકેટ લેવા બદલ ઓફ-સ્પિનર નેથન લાયન મેન ઓફ ધ મેચ બન્યો હતો. ભારત ચાર મેચની સીરિઝ 0-2થી હાર્યું હતું. ચાર વર્ષ પછી 2018-19માં કોહલી હેઠળ કાંગારૂને 2-1થી હરાવી ભારત પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીત્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી