ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી લોર્ડ્સ ટેસ્ટનું નામ ટીમ ઇન્ડિયાના નામે રહ્યું હતું. અંતિમ દિવસની રમતમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. બંનેએ 9 મી વિકેટ માટે અણનમ 89 રનની ભાગીદારી કરી હતી. શમીએ 70 બોલમાં અણનમ 54 અને બુમરાહે 64 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા.
શાસ્ત્રીથી લઈને કોહલી સુધી દરેકે શમી-બુમરાહને અભિનંદન આપ્યા
89 રનની યાદગાર ભાગીદારી રમી ચૂકેલા શમી અને બુમરાહનું ડ્રેસિંગ રૂમમાં શાનદાર સ્વાગત કર્યું હતું. પાંચમા દિવસે જ્યારે બંને ખેલાડીઓ પ્રથમ સત્ર સમાપ્ત થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે સાથી ખેલાડીઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીથી લઈને કેપ્ટન વિરાટ કોહલી સુધી દરેક શમી-બુમરાહને અભિનંદન આપતા જોવા મળ્યા હતા.
ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી
209 રનના સ્કોર પર ભારતે પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી હતી અને હાર ટીમના માથા પર મંડરાઈ રહી હતી, પણ પછી શમી અને બુમરાહે મોરચો સંભાળ્યો અને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. બંને ખેલાડીઓએ મેદાનના દરેક ખૂણામાં શાનદાર શોટ લગાવ્યા અને ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે અણનમ 89 રનની ભાગીદારી કરી હતી.
રેકોર્ડ તોડ પાર્ટનરશિપ
શમી અને બુમરાહ વચ્ચે થયેલા 89 રનની અણનમ ભાગીદારી 9મી વિકેટ માટે લોર્ડસના મેદાન પર ભારતની સૌથી મોટી પાર્ટનરશિપ રહી. આ જોડી પહેલા 1982માં કપિલ દેવા અને મદન લાલે 9મી વિકેટ માટે 66 રન બનાવ્યા હતા. સાથે જ ઈંગ્લેન્ડની જમીન પર 9મી વિકેટ માટે ભારતની સૌથી મોટી પાર્ટનરશિપ પર રહી.
ભારતે 151 રનથી જીત મેળવી હતી
આ ભાગીદારીના આધારે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે 272 રનનો ટાર્ગેટ રાખ્યો હતો અને 51.5 ઓવરની રમતમાં યજમાન ટીમ માત્ર 120 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને ભારતીય ટીમે આ મેચ જીતી લીધી હતી. તેણે 151 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.