તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયાની વિનિંગ સિક્રેટ:વિહારીએ જણાવ્યું- ડ્રેસિંગ રૂમમાં 36 પર ઓલઆઉટની કોઈ જ ચર્ચા થઈ ન હતી, કોચે અમને કહ્યું- સમજો હવે સિરીઝ 3 મેચની જ

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
હનુમા વિહારીએ સિડનીમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે 286 મિનિટ ક્રિઝ પર જ વિતાવ્યા અને આર. અશ્વિનની સાથે મળીને ટીમ ઈન્ડિયાની હાર ટાળી દીધી હતી (ફાઈલ ફોટો). - Divya Bhaskar
હનુમા વિહારીએ સિડનીમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે 286 મિનિટ ક્રિઝ પર જ વિતાવ્યા અને આર. અશ્વિનની સાથે મળીને ટીમ ઈન્ડિયાની હાર ટાળી દીધી હતી (ફાઈલ ફોટો).

ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટમાં ખરાબ રીતે હાર્યા બાદ અંતે ટીમ ઈન્ડિયાએ સિરીઝ કઈ રીતે જીતી? પર્ફોર્મન્સની પાછળ પ્રેરણા શું હતી? આવા સવાલ તમામના મનમાં છે. ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં માત આપનારી ટીમનો હિસ્સો રહેલા હનુમા વિહારીએ ઈન્ડિયાની વિનિંગ સિક્રેટ શેર કરી. તેમણે જણાવ્યું હતું કે એડિલેડમાં ભારત બીજી ઈનિંગમાં માત્ર 36 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. તેમ છતાં ટીમે સિરીઝ 2-1થી પોતાના નામે કરી.

વેબસાઈટ ESPN ક્રિકઈન્ફોને આપેલા ઈન્ટરવ્યુમાં વિહારીએ કહ્યું કે ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે બીજી વખત ક્યારેય 36 રન પર ઓલઆઉટ થવાની ચર્ચા કરી ન હતી. કોચ રવિ શાસ્ત્રીએ પહેલી મેચ પછી તમામ ખેલાડીઓને કહ્યું હતું કે એવું માનીને રમો કે આવું ક્યારેય થયું જ નથી. એવું પણ માનીને રમો કે આવું આગળ ક્યારેય ફરી થશે નહીં. એડિલેડને ભૂલી જાવ અને હવે સમજો કે સિરીઝ માત્ર 3 ટેસ્ટની જ છે.

વિહારીએ અશ્વિનની સાથે મળીને હાર ટાળી હતી
વિહારી સહિત તમામ ખેલાડીઓએ કોચની સલાહનો અમલ કર્યો અને અન્ય ત્રણ મેચમાંથી બેમાં જીત મેળવી. સાથે જ સિડની ટેસ્ટ ડ્રો કરાવી. વિહારી પોતે સિડનીમાં હીરો સાબિત થયો હતો. તેને ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં ઈજાગ્રસ્ત હોવા છતાં 286 મિનિટ પર ક્રિઝ પર ટકી રહ્યો. વિહારીએ તે ઈનિંગમાં 161 બોલનો સામનો કર્યો અને 23 રન બનાવીને નોટઆઉટ પેવેલિયન પરત ફર્યો. તે સાત નંબરે બેટિંગ કરવા આવેલા રવિચંદ્રન અશ્વિનની સાથે 42.4 ઓવર સુધી ટકી રહ્યાં અને ટીમને હારમાં થી બચાવ્યું.

'જે પણ કરવું છે તે આજે જ કરવાનું છે'
એવું પૂછવા પર દુખાવો ઘણો હતો છતાં ક્રિઝ પર કઈ રીતે ટકી રહ્યાં. વિહારીએ કહ્યું, 'મને ખબર હતી કે આ સિરીઝમાં મારો છેલ્લો મેચ છે. જો મારે ટીમ માટે કંઈક કરવું છે તો હાલ જ કરવું છે. એક તરફ દુખાવો હતો તો બીજી તરફ ટીમ માટે કંઈક કરી છૂટવાનો જુસ્સો. ખુશી એ વાતની છે કે જુસ્સો દુખાવા પર ભારે પડ્યો.'

વિહારીએ જણાવ્યું કે સિડનીમાં ટીમ ઈન્ડિયાની હાર ટાળવા માટે તેઓ રાતભર ઊંઘી શક્યા ન હતા. તેઓએ કહ્યું કે આ ઈનિંગ પછી જે રીતે લોકોએ તેનું સન્માન કર્યું અને પ્રેમ આપ્યો તે અદ્ભુત છે. વિહારીએ કહ્યું કે હું આટલા વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમું છું. જેમાં તમે ટીમ માટે સારું પ્રદર્શન કરો છો, પરંતુ કોઈ જોવા વાળા નથી હોતા. સિડનીમાં જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કરોડો લોકોની આશા મારે પર ટકેલી હતી. તેમની આશા પર જ યોગ્ય પુરવાર થયો ત્યારે મને થયું કે જીવનભરની મહેનતનું ઈનામ મળી ગયું છે.

પંત આઉટ થયો તે બાદ ડ્રો જ વિકલ્પ હતો
સિડની ટેસ્ટના પાંચમા દિવસની રમત અંગે વિહારીએ જણાવ્યું, 'આપણે 400 રનથી વધુ રન બનાવવાના હતા. તે સમયે માત્ર બે જ શક્યતા હતી, ડ્રો કે ઓસ્ટ્રેલિયાની જીત. જો કે જે રીતે ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંત બેટિંગ કરી રહ્યાં હતા, આપણી જીતની આશા વધી ગઈ હતી. જો કે તેઓ આઉટ થયા અને તે પછી હું ઈજાગ્રસ્ત થઈ ગયો. જાડેજા બેટિંગ કરવા માટે ફિટ ન હતા અને અશ્વિન પણ સંપૂર્ણ રીતે ફિટ ન હતા. એવામાં આપણી પાસે માત્ર ડ્રોનો વિકલ્પ જ વધ્યો હતો.'

અન્ય સમાચારો પણ છે...