• Gujarati News
  • Sports
  • Cricket
  • There Was A Match 3 Days Ago And The Thieves Stole The Cricket Kits Of The Players, Other Belongings Were Also Missing From The Queensland Team Van

બોલ-બેટની પણ ચોરી!:3 દિવસ પહેલાં મેચ હતી અને ચોરો પ્લેયર્સની ક્રિકેટ કિટ ચોરી ગયા, ક્વીન્સલેન્ડની ટીમ વાનમાંથી અન્ય સામાન પણ ગુમ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીમ હોટલ બહાર પાર્ક કરેલી ગાડીમાંથી ચોર રમવાનાં સાધનો ચોરી ગયા

ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ક્રિકેટ ટીમ ક્વીન્સલેન્ડને ફરીથી આયોજિત કરેલા એડિલેડ પ્રવાસ દરમિયાન એક વિચિત્ર ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. કેરેન રોલ્ટન ઓવલ ખાતે તાસ્માનિયા સામે ગુરુવારે શેફિલ્ડ શિલ્ડ મેચ પહેલાં ચોરોએ ટીમ વાનમાં પ્રવેશ કર્યો અને તેમના રમવાનાં સાધનોની ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ વાનને હોટલની બહાર પાર્ક કરવામાં આવી હતી. એવામાં ચોરોએ વાનની બારી તોડીને અંદર રહેલા સામાનની ચોરી કરી હતી.

મારાં નવાં-નવાં બેટ પણ ચોરાઈ ગયાં- બેટર
ક્વીન્સલેન્ડના વિકેટકીપર જિમી પીરસને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વેનની તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે હું ઘણો દુર્ભાગ્યશાળી છું, કારણ કે મારા નવા બેટની જોડી પણ આ વાનમાંથી ચોરાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ટીમે આ ઘટનાની જાણ સાઉથ ઓસ્ટ્રેલિયન પોલીસને કરી દીધી હતી, જે હોટલના CCTV ફૂટેજની મદદથી કેસની તપાસ કરી રહી છે.

આની પહેલાં કોવિડ મહામારીને પગલે મેચ સ્થગિત થઈ હતી
આ મેચ પહેંલાં ગત મંગળવારે રમાવાની હતી, પરંતુ શહેરમાં 4 કોવિડ પોઝિટિવ કેસ આવતાં મેચ સ્થગિત કરવાની ફરજ પડી હતી. ત્યાર પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફરીથી આ સપ્તાહે મેચ રમવાનું આયોજન કર્યું હતું.

ક્વીન્સલેન્ડ પ્લેયર્સને કોઇપણ પ્રકારના ક્વોરન્ટીન નિયમોનું પાલન કરાવ્યા વિના દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવાની અનુમતિ મળી ગઈ હતી. જોકે તેમના આગમન પછી એડિલેડમાં મુક્તપણે ફરતા પહેલાં ટીમને પાંચમા અને 12મા દિવસે કોવિડ-19 ટેસ્ટ કરાવવા પડશે.

ન્યૂ સાઉથ વેલ્સની ટીમ સોમવારે એડિલેડ જવાની હતી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાને શેફિલ્ડ શિલ્ડ અને માર્શ કપ કેમ્પેઇન ફરી શરૂ કરવા માટે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ એ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ન્યૂ સાઉથ વેલ્સની ટીમ સોમવારે એડિલેડ જવાની હતી અને 14 દિવસના ચુસ્ત હોટલ ક્વોરન્ટીનમાંથી પસાર થવાની હતી, પરંતુ સાઉથ ઓસ્ટ્રેલિયાની સરકારે આ યોજનાઓને રોકી રાખી હતી.

CA, NSW અને વિક્ટોરિયાએ કરાર કરવા માટે દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકાર સાથે વાતચીત કરી છે. 14 દિવસના ક્વોરન્ટીન પછી, બંને રાજ્યોએ તેમના ખેલાડીઓને 7 દિવસની તાલીમ આપવાની વિનંતી કરી છે. આનો અર્થ એ છે કે આ મહિનાના અંત સુધી અથવા નવેમ્બરની શરૂઆત સુધી કોઈપણ પક્ષ રમી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...