અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે 186 રનની ઇનિંગે વિરાટ કોહલીને ઘણી રાહત આપી દીધી છે. વિરાટે કહ્યું હતું કે તે 40-50 રનથી ખુશ થનારો માણસ નથી. તેઓ જાણે છે કે 150 રન બનાવીને ટીમની મદદ કરી શકે છે, પરંતુ લાંબા સમયથી આવું ના કરી શકવાના કારણે તેમને વસવસો રહી ગયો હતો. જોકે હવે આ 186 રનની ઇનિંગ પછી તેઓ ઘણી રાહત અનુભવી છે. અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં કોઈ જ પ્રકારના તણાવમાં નહીં રહે.
વિરાટે આ વાત એક વીડિયોમાં કહી હતી, જેને BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં કોચ રાહુલ દ્રવિડ પણ છે. દ્રવિડે કહ્યું હતું કે તેઓ પણ ઇચ્છે છે કે તેમના હેડ કોચ રહેતા વિરાટ સેન્ચુરી ફટકારે અને ડ્રેસિંગ રૂમમાં આ મોમેન્ટને માણી શકે.
186 રનની ઇનિંગ પર વિરાટે કહી આ 3 વાત...
1. ભૂલોથી મેં પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી
મેં જ પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. આ મારી ભૂલોના કારણે જ થયું છે. એક બેટરની રીતે થ્રી ફિગર માર્ક (સદી) સુધી પહોંચવું તમારા પર હાવી થઈ જાય છે. આ મારી સાથે ઘણીવાર થયું છે. હું એવો માણસ નથી કે જે 40-50 રનથી ખુશ થઈ જાય. જ્યારે હું જાણું છું કે 150 રન બનાવીને પોતાની ટીમની મદદ કરી શકું છું. ટીમ માટે મોટો સ્કોર નહોતો કરી શકતો તેનો વસવસો રહેતો હતો.
2. હંમેશાથી ટીમ માટે બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે
જ્યારે પણ ટીમની જરૂરત પડી, તો મેં અલગ જ રીતે પરફોર્મન્સ કર્યું છે. મને આવું કરવાથી હંમેશા ગર્વનો અનુભવ થાય છે. આ કોઈપણ કોઈ રેકોર્ડ અથવા ઉપલબ્ધિને લઈને નથ કરતો. હું હંમેશાથી પોતાની ટીમ માટે વધુથી વધુ સમય સુધી બેટિંગ કરવા માગું છું અને સદી આ લક્ષ્યની વચ્ચે આવનાર એક પડાવ છે.
ટીમ માટે સારું પરફોર્મ કરવું અને સદી ફટકારવી તમને વધુ સંતોષ આપે છે.
હવે હું WTC ફાઈનલમાં રિલેક્સ માઇન્ડની સાથે જઈશ.
3. ડિફેન્સ સ્ટ્રોન્ગ પોઇન્ટ છે, મેં સતત ધીરજ રાખી
હું જાણતો હતો કે આ સિરીઝમાં સારી બેટિંગ કરી રહ્યો હતો. અમદાવાદમાં વિકેટ બેટિંગ માટે સારી હતી. ઓસ્ટ્રેલિયાને પિચથી થોડી મદદ મળી રહી હતી અને તેઓ તેનો ફાયદો ઉઠાવી રહી હતી. પરંતુ મેં ડિફેન્સ પર ભરોસો રાખ્યો હતો. આ જ મારો સ્ટ્રોન્ગ પોઇન્ટ છે. મેં ધીરજ રાખી હતી. આ એ જ વસ્તુઓ છે, જેની સાથે હું હંમેશા ટેસ્ટ ક્રિકેટ રમતો આવ્યો છું. જ્યારે હું સારું ડિફેન્સ કરું છું અને ખરાબ બોલ મળે, તો તેના પર શોટ મારી શકું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.