કોરોનાની અસર:BCCIએ આગામી આદેશ સુધી IPL સ્થગિત કરી, હવે ડિસેમ્બર પહેલા રમાવવી અઘરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓરિજિનલ શેડ્યુલ પ્રમાણે IPL-13ની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. -ફાઇલ ફોટો - Divya Bhaskar
ઓરિજિનલ શેડ્યુલ પ્રમાણે IPL-13ની પહેલી મેચ 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાવવાની હતી. -ફાઇલ ફોટો
  • કોરોનાવાયરસના કારણે 29 માર્ચેથી શરૂ થનાર IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી
  • પીએમ મોદીએ મંગળવારે લોકડાઉન 3 મે સુધી વધાર્યું હતું

દેશમાં લોકડાઉન 3 મે સુધી વધતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફરીથી સ્થગિત થઈ છે. BCCIએ ગુુરુવારેે આ જાણકારી આપી હતી. બોર્ડ દ્વારા એ નથી કહેવામાં આવ્યું કે, હવે IPLનું શુ શેડ્યુલ હશે. જોકે હાલના પરિસ્થિતિ અને ઇન્ટરનેશનલ શેડ્યુલ જોતા ડિસેમ્બર પહેલા IPL રમાવવી અઘરી છે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની સીઝન હોય છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ રમાવવાનો છે. તે પછી ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાશે. તે પછી ઇન્ટરનેશનલ સીરિઝ કેલેન્ડર પ્રમાણે રમાશે. આ બધાની વચ્ચે BCCI માટે IPLનું આયોજન કરવું અઘરું છે.  તેઓ ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે  છે.

પહેલા આ ટૂર્નામેન્ટ 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોના અને વિઝા પ્રતિબંધના કારણે તેને 15 એપ્રિલ સુધી ટાળવામાં આવી હતી.

હવે 37 દિવસનો થઈ શકે છે IPL શેડ્યુલ આ વખતે IPL 50ની જગ્યાએ 44 દિવસ રમાવવાની હતી. 8 ટીમો 14-14 મેચ રમવાની હતી. તે ઉપરાંત 2 સેમિફાઇનલ, 1 નોકઆઉટ અને 24 મેના વાનખેડે ખાતે ફાઇનલ થવાની હતી. બોર્ડ હવે 2009ની જેમ 37 દિવસના ફોર્મેટમાં રમાડી શકે છે. 2009માં લોકસભા ઇલેક્શનના કારણે ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં 5 અઠવાડિયા અને 2 દિવસ રમાઈ હતી.

આ વખતે IPLને ભૂલી જાઓ: ગાંગુલીBCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રવિવારે કહ્યું હતું કે, "અમે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છીએ. અત્યારની સ્થિતિમાં કઈ કહી શકાય તેમ નથી. હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. એરપોર્ટ બંધ છે, લોકો ઘરમાં રહેવા મજબુર છે. બધી ઓફિસો બંધ છે. આ સ્થિતિ મે મધ્ય સુધી રહેશે. આવામાં ખેલાડીઓને ક્યાંથી લાવીશું અને કેવી રીતે યાત્રા કરાવીશું. કોમન સેન્સ છે કે આ સ્થિતિમાં દુનિયાભરમાં કોઈપણ રમત શક્ય નથી. IPLને ભૂલી જાઓ."

46 વર્ષના જીવનમાં આવો અનુભવ ક્યારેય નથી કર્યો ગાંગુલીએ કહ્યું કે, "આ સમયે સ્થિતિ બહુ ભયાનક છે. મેં આવો અનુભવ મારા જીવનના 46 વર્ષમાં ક્યારેય નથી કર્યો. સમગ્ર દુનિયાએ આવી હાલત ક્યારેય નથી જોઈ. મને લાગે છે કે, કોઈપણ આવું ફરી અનુભવ કરવા માંગશે નહિ. લોકો માત્ર એ વિચારી રહ્યા છે કે, આગામી બે અઠવાડિયામાં કેટલા લોકો જીવ ગુમાવશે."

અન્ય સમાચારો પણ છે...