વિરાટ સામે કાવતરું:BCCIએ કહ્યું, કોહલીને હેરાન કરવા સતત ફરિયાદો થઈ રહી છે, અમે આવા લોકોને સફળ નહિ થવા દઈએ

2 વર્ષ પહેલા
કોહલીએ 86 ટેસ્ટમાં 53.62 ની સરેરાશથી 7240 રન બનાવ્યા છે. તેણે 27 સદી પણ ફટકારી છે. તેણે 248 વનડેમાં 11867 રન અને 81 T-20માં 2794 રન બનાવ્યા છે. -ફાઈલ ફોટો
  • BCCIના એથિક્સ ઓફિસર ડી.કે. જૈનને પત્ર લખીને કોહલીની ફરિયાદ કરી હતી
  • BCCIના એક અધિકારીએ કહ્યું, અમુક લોકો વિરાટ કોહલીને નુકસાન પહોંચાડવા પ્રયત્ન કરી રહ્યા છે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની કંપની સામે સતત ફરિયાદોને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ કાવતરું ગણાવ્યું છે. તાજેતરમાં જ એક વ્યક્તિએ BCCI એથિક્સ ઓફિસર ડી.કે. જૈનને પત્ર લખીને કોહલીની ફરિયાદ કરી હતી. ફરિયાદ કરનાર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે કોહલીની કંપનીએ લોઢા સમિતિની ભલામણોનું ઉલ્લંઘન કર્યું છે.

ગુપ્તાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ભારતીય કેપ્ટન કોહલી સ્પોર્ટ્સ એલએલપી અને કોરટનસ્ટોન પાર્ટનર એલએલપી એમ બે કંપનીમાં ડિરેક્ટર છે. કોહલી સિવાય અમિત અરૂણ સજ્દેહ પણ સ્પોર્ટ્સ એલએલપીમ ડિરેક્ટર છે. જ્યારે કોરટનસ્ટોનમાં કોહલી અને અમિત સિવાય બિનોય ભરત ખીમજી એમ ત્રણ ડિરેક્ટર છે.

લોકો કોહલીની પ્રગતિથી ખુશ નથી- બોર્ડ
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોહલી અને તેની કંપની વિશે સતત ફરિયાદો આવી રહી છે. આ જોઈને લાગે છે કે કેટલાક લોકો દબાણ બનાવીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 6 વર્ષથી આવતી ફરિયાદો બતાવશે કે કોઈ ભારતીય કેપ્ટનને નુકસાન પહોંચાડવા માંગે છે. આ લોકો કોહલીની પ્રગતિથી ખુશ નથી. આ ફરિયાદો તરફ ધ્યાન આપવું એ કાવતરાખોરોને મદદ અને પ્રોત્સાહિત કરવું છે. "

કોહલીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેલાડીઓ સામે ફરિયાદ થવી દુખદ છે. ક્રિકેટરોને જીવનમાં કમાવવાની ઘણી ઓછી તકો મળે છે. આવી ફરિયાદોનો ખેલાડીઓની માનસિકતા અને રમત પર પ્રભાવ પડે છે. આવી ફરિયાદો કરનારા લોકોનો હેતુ અફવા ફેલાવીને લોકપ્રિયતા મેળવવાનો છે.

કોહલીએ IPLમાં સૌથી વધુ 5412 રન બનાવ્યા
કોહલીએ 86 ટેસ્ટમાં 53.62 ની સરેરાશથી 7240 રન બનાવ્યા છે. તેણે 27 સદી પણ ફટકારી છે. તેણે 248 વનડેમાં 11867 રન અને 81 T-20 માં 2794 રન બનાવ્યા છે. કોહલીએ અત્યાર સુધી IPLની 177 મેચોમાં સૌથી વધુ 5412 રન બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...