T-20 WCની પ્રાઇસ મની જાહેર:વિજેતા ટીમને મળશે 12 કરોડ રૂપિયા; પહેલીવાર ટૂર્નામેન્ટમાં DRSનો ઉપયોગ થશે

11 દિવસ પહેલા

ઓમાન અને UAEમાં 17 ઓક્ટોબરથી આયોજિત T-20 વર્લ્ડ કપ અંગે ICCએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. વર્લ્ડ કપ વિજેતા ટીમને 1.6 મિલિયન લગભગ 12 કરોડ રૂપિયા મળશે. વળી રનર-અપ ટીમને 8 લાખ ડોલર એટલે કે લગભગ 6 કરોડ તથા ત્રીજી નંબરની ટીમને 3 કરોડ રૂપિયા મળશે. ICC સુપર-12 સ્ટેજમાં દરેક મેચ જીતનારી ટીમને બોનસ પણ મળશે.

પહેલીવાર T-20 વર્લ્ડ કપમાં DRSનો પ્રયોગ
T-20 વર્લ્ડ કપમાં પહેલીવાર DRSનો પ્રયોગ કરાશે. દરેક ટીમને 2 DRS મળશે. આની પહેલા 2016માં રમાયેલા T-20 વર્લ્ડ કપ દરમિયાન DRSનો ઉપયોગ કરાયો નહોતો. તેવામાં 2018માં મહિલા T-20 વર્લ્ડ કપમાં DRSનો ઉપયોગ કરાયો હતો.

ઈન્ડિયાની પહેલી મેચ 24 ઓક્ટોબરે રમાશે
ઈન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારપછી, ટીમ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ પહેલી T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ ત્યારપછી ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી.

કોરોના મહામારીને કારણે ઈન્ડિયામાં વર્લ્ડ કપ રમાયો નથી
જોકે ટીમ વર્ષ 2014માં ફાઇનલમાં પહોંચી હતી, શ્રીલંકાએ ભારતને હરાવીને ટાઇટલ પર કબજો કર્યો હતો. આ વખતે વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે અને ઈન્ડિયાને ગ્રુપ 2માં રાખવામાં આવી છે. આની પહેલા 2021 T20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે, BCCIએ ઓમાન અને UAEમાં તેનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...