છલાંગ લગાવી પૂરને પકડ્યો શાનદાર કેચ:વેસ્ટઇન્ડીઝના કેપ્ટને ગોળીની ઝડપથી જઈ રહેલો બોલ એક હાથથી પકડ્યો; અય્યરને પણ થયું ભારે આશ્ચર્ય

પોર્ટ ઓફ સ્પેન21 દિવસ પહેલા

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં વેસ્ટઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને એક અદભુત કેચ પકડ્યો હતો. ભારતીય ઈનિંગની 36મી ઓવર ગુડાકેશ મોતી કરી રહ્યો હતો. તેની બોલિંગમાં શ્રેયસ અય્યરે કવર પરથી રમવાનો પ્રયત્ન કર્યો, જોકે ત્યાં ઊભેલા નિકોલસ પૂરને હવામાં છલાંગ લગાવી એક હાથથી કેચ પકડી લીધો. અય્યરને વિશ્વાસ થતો ન હતો કે નિકોલસે આ અસાધારણ કેચ પકડ્યો છે. તે પૂરન સામે જોતો જ રહ્યો. અય્યર 54 રન બનાવી આઉટ થયો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો છે અને ક્રિકેટપ્રેમીઓ આ કેચને લઈ નિકોલસની ભરપેટ પ્રશંસા કરી રહ્યા છે.

અગાઉ પણ શાનદાર ફિલ્ડિંગ કરી ચૂક્યો છે પૂરન

નિકોલસ પૂરન IPLમાં પંજાબની ટીમમાંથી રમે છે. તેની ટીમના ફિલ્ડિંગ કોચ રહેલા જ્હોન્ટી રોડ્સ પૂરનની ફિલ્ડિંગને જોઈ પોતાની જાતને રોકી શક્યા નહોતા. તેમણે પૂરનની ફિલ્ડિંગની ભરપૂર પ્રશંસા કરેલી
નિકોલસ પૂરન IPLમાં પંજાબની ટીમમાંથી રમે છે. તેની ટીમના ફિલ્ડિંગ કોચ રહેલા જ્હોન્ટી રોડ્સ પૂરનની ફિલ્ડિંગને જોઈ પોતાની જાતને રોકી શક્યા નહોતા. તેમણે પૂરનની ફિલ્ડિંગની ભરપૂર પ્રશંસા કરેલી

IPL 2020 સમયે રાજસ્થાન રૉયલ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી 9મી મેચમાં પંજાબ તરફથી નિકોલસ પૂરને તેની ફિલ્ડિંગથી સૌના દિલ જીતી લીધા હતા. પૂરને તેની ફિલ્ડિંગથી સિક્સરને બે રનમાં તબદિલ કરી દીધેલા. રાજસ્થાનની ઈનિંગની 8મી ઓવરના ત્રીજા બોલ પર સંજુ સેમસનને એક લાંબો શોર્ટ ફટકાર્યો હતો.

જેને લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલા પૂરને હવામાં ડ્રાઈવ લગાવી બાઉન્ડરીથી આશરે ચાર ફૂટ અંદર જઈ એક અલગ અંદાજમાં બોલને મેદાનની અંદર ફેકી દીધો હતો. પૂરનની ફિલ્ડિંગ અંગે મહાન ખેલાડી જ્હોન્ટી રોડ્સ તો ઊભા થઈ તાલી પાડી આ અસાધારણ ફિલ્ડિંગની પ્રશંસા કરવા લાગ્યા હતા. આ ઉપરાંત તેમણે ઝૂકીને પૂરનનું અભિવાદન પણ કર્યું હતું. સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું હતું કે આટલા સારી રીતે રન બચાવ્યા હોત એવી શ્રેષ્ઠ ફિલ્ડિંગ તેણે પોતાના જીવનમાં ક્યારેય જોઈ નથી.

અય્યરે 1000 રન પૂરા કર્યા

શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયા માટે સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમ પર આવી ગયો છે
શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયા માટે સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમ પર આવી ગયો છે

શ્રેયસ અય્યરે આઉટ થતાં પહેલાં વન-ડેમાં પોતાના એક હજાર રન પૂરા કર્યા હતા. તેણે વર્ષ 2017માં શ્રીલંકાની સામે ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2019ના વર્લ્ડ કપ બાદ અય્યર ટીમનો નિયમિત હિસ્સો બની ગયો છે. 28મી મેચ રમી રહેલા અય્યરે 25મી ઈનિંગમાં એક હજાર રન પૂરા કરી લીધા. તે વનડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેનની યાદીમાં સંયુક્ત રીતે બીજા સ્થાન પર આવી ગયો છે. વિરાટ કોહલી અને શિખર ધવને 24 ઈનિંગમાં એક હજાર રન કર્યાં હતા. નવજોત સિંહ સિદ્ધુએ અય્યર જેટલી 25 ઈનિંગ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...