તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Two Teams Were Scheduled To Play A Series Of 3 T 20s In Practice Before The T 20 World Cup In October.

વેસ્ટ ઇન્ડીઝનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સ્થગિત:બંને ટીમો વચ્ચે ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ તરીકે 3 T-20ની સીરિઝ થવાની હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાંગારૂ ઘરઆંગણે વિન્ડિઝ સામે 4, 6 અને 9 ઓક્ટોબરે T-20 રમવાનું હતું.
  • ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ હવે IPLમાં રમી શકશે, ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન UAEમાં થશે
  • IPLથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 11.45 કરોડ રૂપિયા અને વેસ્ટ ઇન્ડીઝ બોર્ડને 3.5 કરોડ રૂપિયા મળશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ કોરોનાવાયરસને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 T-20 સીરિઝ સ્થગિત કરી છે. ઓક્ટોબરમાં T-20 વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ થવાની હતી. T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો હતો, જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગયા મહિને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

બંને દેશો વચ્ચે ત્રણેય મેચ 4, 6 અને 9 ઓક્ટોબરે યોજાવાની હતી. આ સાથે ગયા મહિને દક્ષિણ આફ્રિકાએ પણ સપ્ટેમ્બરમાં યોજાનારી વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. બંને દેશ 2 ટેસ્ટ અને 5 T-20ની શ્રેણી રમવાના હતા.

ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝના ખેલાડીઓ IPL રમી શકશે

  • ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણી મોકૂફ થતાં હવે બંને ટીમોના ખેલાડીઓ IPLમાં રમી શકશે.
  • આ વખતે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં થશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ રવિવારે તેની જાહેરાત કરી છે.
  • આ લીગમાં ઓસ્ટ્રેલિયાના 13 ખેલાડીઓ છે. તેનાથી ઓસ્ટ્રેલિયા બોર્ડને 11.45 કરોડનો ફાયદો થશે. વેસ્ટ ઇન્ડીઝ બોર્ડને પણ 3.5 કરોડ રૂપિયા મળશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો