સિદ્ધિ:હેડ વન-ડેમાં બે બેવડી સદી લગાવનાર ત્રીજો ખેલાડી

એડિલેડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાઉથ આસ્ટ્રેલિયાના સુકાની ટ્રેવિસ હેડે માર્શ કપમાં ક્વિન્સલેન્ડ સામે 127 બોલમાં 230 રનની ઇનિંગ રમી. 27 વર્ષના હેડ 50 ઓવરની ક્રિકેટ (લિસ્ટ એ)માં બે બેવડી સદી લગાવનાર પહેલો ઓસ્ટ્રેલિયાનો અને કુલ ત્રીજો બેટ્સમેન બન્યો છે.

તેનાથી પહેલા ભારતના રોહિત શર્મા ત્રણ અને ઇંગ્લેન્ડના અલી બ્રાઉને બેવાર આવી સિદ્ધી મેળવી છે. હેડે ઇનિંગમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. તેણે 114 બોલમાં બેવડી સદી ફટકારી છે. હેડે 2015માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે 202 રન કર્યા હતા. 50 ઓવરની ક્રિકેટ મેચમાં સૌથી મોટો સ્કોર બનાવનાર ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ ડાર્સી શોર્ટ (257 રન) ના નામે છે.

અત્યાર સુધી કુલ 32 વાર 200+ નો સ્કોર બન્યો છે. જેમાં 8 વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બન્યો છે. જેમાં સૌથી મોટો સ્કોર ઇંગ્લેન્ડના અલી બ્રાઉનના નામે છે. તેણે 2002માં સરે સામે રમતા 268 રન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર 264 રનનો છે જે રોહિત શર્માએ કર્યો હતો.

હેડની આ ઇનિંગની મદદથી સાઉથ ઓસ્ટ્રેલિયાએ ક્વિન્સલેન્ડને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 67 રનથી હરાવ્યું. 19 ટેસ્ટ, 42 વન-ડે અને 16 ટી20 રમનાર પુર્વ ઓસ્ટ્રેલિયાના ઉપ સુકાની હેડને 2018 બાદ વન-ડે અને ટી20માં રમવાની તક નથી મળી.

અન્ય સમાચારો પણ છે...