તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની અસર:ટી-20 વર્લ્ડ કપ યુએઈ અને ઓમાનમાં યોજાઈ શકે છે, BCCI એ કહ્યું- વાંધો નથી

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની શરતઃ આયોજનનો અધિકાર તેની પાસે રહે

ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ટી-20 વર્લ્ડકપનું આયોજન ભારતની બહાર થશે. બીસીસીઆઈએ આઈસીસીને જણાવ્યું છે કે જો આયોજનનો અધિકાર તેની પાસે રહે તો ટુર્નામેન્ટ બહાર યોજવા સામે તેને વાંધો નથી. ટુર્નામેન્ટ યુએઈનાં ત્રણ શહેરો- અબુ ધાબી, દુબઈ અને શારજાહની સાથે ઓમાનની રાજધાની મસ્કતમાં થઈ શકે છે.

બીસીસીઆઈએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સૂત્રોએ કહ્યું કે આયોજનનો નિર્ણય કરવામાં તેમને 28 જૂનનો સમય મળ્યો છે. અમે આ ટુર્નામેન્ટ દેશની બહાર શિફ્ટ કરવા માટે તૈયાર છીએ અને તે અંગે આઈસીસીને પણ જણાવી દીધું છે. ટુર્નામેન્ટમાં 16 ટીમ સામેલ થશે. પ્રારંભિક મેચ મસ્કતમાં રમાય તેવી શક્યતા છે. જો આઈપીએલ 10 અોક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે તો યુએઈમાં ટી-20 મેચ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે. આથી પિચ તૈયાર કરવા માટે ત્રણ સપ્તાહનો સમય મળી જશે. ઓમાને પણ કહ્યું છે કે તે યજમાની માટે તૈયાર છે.

હકીકતમાં કોરોનાની બીજી લહેરને કારણે અાઈપીએલને વચ્ચેથી જ રોકવાની ફરજ પડી હતી. આના પગલે ટી-20 વર્લ્ડ કપનું દેશમાં જ આયોજન કરવાના મુદ્દે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. બીજી લહેરમાં ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાતા આ રમત દેશ બહાર યોજવામાં અાવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેના પગલે જ હવે ટી-20 વર્લ્ડકપ અને આઈપીએલની બાકીની મેચ યુએઈમાં રમાડાય તેવી શક્યતા પ્રબળ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...