• Home
 • Sports
 • Cricket
 • The suspense over team India's training camp in Motera continues, BCCI does not want to endanger contract players

મોટેરામાં ટીમ ઇન્ડિયાનો કેમ્પ / IPL પહેલાં ભારતમાં ટ્રેનિંગ કેમ્પ થવો અઘરો, BCCI કોન્ટ્રેક્ટ ખેલાડીઓને જોખમમાં મુકવા નથી માગતુ

મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ સૌથી પહેલા 10 અથવા 11 ઓગસ્ટે દુબઇ જવા રવાના થશે. 15 ઓગસ્ટ પહેલાં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી શકે છે. -ફાઇલ ફોટો
મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ સૌથી પહેલા 10 અથવા 11 ઓગસ્ટે દુબઇ જવા રવાના થશે. 15 ઓગસ્ટ પહેલાં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી શકે છે. -ફાઇલ ફોટો
X
મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ સૌથી પહેલા 10 અથવા 11 ઓગસ્ટે દુબઇ જવા રવાના થશે. 15 ઓગસ્ટ પહેલાં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી શકે છે. -ફાઇલ ફોટોમહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ સૌથી પહેલા 10 અથવા 11 ઓગસ્ટે દુબઇ જવા રવાના થશે. 15 ઓગસ્ટ પહેલાં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી શકે છે. -ફાઇલ ફોટો

 • અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમનો ટ્રેનિંગ કેમ્પ થવાનો છે
 • બાયો-સિક્યુરિટી વાતાવરણમાં 26 ખેલાડી ટ્રેનિંગ કરશે, હજી સુધી BCCI તરફથી ઔપચારિક મંજૂરી મળી નથી

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 11:37 AM IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓનો ટ્રેનિંગ કેમ્પ થવો અઘરો લાગી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોરોના વચ્ચે ખેલાડીઓને જોખમમાં મુકવા માગતુ નથી. આ કેમ્પ 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન થવાનો છે પરંતુ હજી સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને મંજૂરી મળી નથી.

ખેલાડીઓને વધુ ટ્રાવેલ કરવું પડશે

 • BCCIના સૂત્રોએ કહ્યું કે, જો ટ્રેનિંગ કેમ્પ થાય છે તો ખેલાડીઓને વધુ ટ્રાવેલ કરવું પડશે. સૌથી પહેલા તેમણે પોતાના ઘરેથી અમદાવાદ આવું પડશે. પછી અહીંથી દુબઈ માટે રવાના થવું પડશે. તેવામાં કોરોના વચ્ચે જોખમ વધી જશે. તેથી રિસ્ક લેવા માંગતું નથી.

ધોનીની ટીમ સૌથી પહેલા 10 અથવા 11 ઓગસ્ટે દુબઇ પહોંચી શકે છે

 • IPLની ટીમો UAEની ડેઝર્ટ સિટીમાં રમવા તૈયાર છે. અહેવાલો અનુસાર, મહેન્દ્રસિંહ ધોનીની અધ્યક્ષતાવાળી ચેન્નાઈ સુપરકિંગ્સ પહેલા દુબઈ જવા રવાના થશે. ટીમ 10 કે 11 ઓગસ્ટે દુબઇ જવા રવાના થઈ શકે છે.
 • ચેન્નાઇની ટીમ મેનેજમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ 15 ઓગસ્ટ પહેલા દુબઇમાં ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી શકે છે. રવિવારે IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ ટીમ ચાર્ટર્ડ પ્લેન બુક કરશે.

ઘણી ફ્રેન્ચાઇઝ દુબઇમાં ટ્રેનિંગ કેમ્પ લગાવશે

 • લીગના બે-ત્રણ અઠવાડિયા અગાઉ માત્ર ચેન્નાઇ જ નહીં પરંતુ અન્ય ટીમો પણ દુબઇમાં ટ્રેનિંગ કરવાની યોજના ધરાવે છે. પ્રસ્તાવિત કેમ્પ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થશે.
 • બોર્ડના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું કે, અમે જાણીએ છીએ કે કેટલીક ફ્રેન્ચાઇઝ દુબઇમાં કેમ્પ શરૂ કરવા માંગે છે. આ એટલે પણ મહત્વનું છે કારણ કે ખેલાડીઓ લાંબા સમયથી રમ્યા નથી. અમને ફ્રેન્ચાઇઝના કેમ્પના આયોજનથી કોઈ સમસ્યા નથી. જો કે, આ સમયગાળા દરમિયાન નેશનલ ટીમનો કેમ્પ પણ છે. અમે સમાધાન શોધી રહ્યા છીએ. હજુ સુધી કંઈપણ નક્કી થયું નથી."
 • IPLની એક ફ્રેન્ચાઇઝે કહ્યું કે, અમે 5 સપ્ટેમ્બરથી દુબઇમાં કેમ્પ શરૂ કરી શકીએ છીએ. અમે વિદેશી ખેલાડીઓના સંપર્કમાં છીએ અને તેમને ટ્રેનિંગ કેમ્પથી કોઈ સમસ્યા નથી." મોટાભાગની ફ્રેન્ચાઇઝી દુબઈ અને અબુધાબીમાં કેમ્પ કરવા માંગે છે. ICC એકેડમી પણ તેમની પસંદ છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી