• Home
  • Sports
  • Cricket
  • The story of Rob Moody, who is today the world's greatest cricket archivist after accidentally recording highlights for the first time

ઇન્ટરવ્યૂ / એક્સિડન્ટલી પહેલી વખત હાઈલાઇટ્સ રેકોર્ડ કર્યા બાદ વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ આર્કાઇવિસ્ટ બનેલા રોબ મૂડીની કહાની

રોબે કહ્યું કે, મારા અમુક મિત્રોને ગ્રેગ બ્લુવેટે 1998માં ઇંગ્લેન્ડ સામે ફટકારેલી સેન્ચુરી જોવી હતી. મેં કહ્યું મારી પાસે ફૂટેજ છે તો તેમણે કહ્યું, યૂટ્યૂબ પર અપલોડ કરી દે.
રોબે કહ્યું કે, મારા અમુક મિત્રોને ગ્રેગ બ્લુવેટે 1998માં ઇંગ્લેન્ડ સામે ફટકારેલી સેન્ચુરી જોવી હતી. મેં કહ્યું મારી પાસે ફૂટેજ છે તો તેમણે કહ્યું, યૂટ્યૂબ પર અપલોડ કરી દે.
X
રોબે કહ્યું કે, મારા અમુક મિત્રોને ગ્રેગ બ્લુવેટે 1998માં ઇંગ્લેન્ડ સામે ફટકારેલી સેન્ચુરી જોવી હતી. મેં કહ્યું મારી પાસે ફૂટેજ છે તો તેમણે કહ્યું, યૂટ્યૂબ પર અપલોડ કરી દે.રોબે કહ્યું કે, મારા અમુક મિત્રોને ગ્રેગ બ્લુવેટે 1998માં ઇંગ્લેન્ડ સામે ફટકારેલી સેન્ચુરી જોવી હતી. મેં કહ્યું મારી પાસે ફૂટેજ છે તો તેમણે કહ્યું, યૂટ્યૂબ પર અપલોડ કરી દે.

  • 42 વર્ષીય રોબ પાસે છેલ્લા 35 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તમામ ક્રિકેટ મેચનું ફૂટેજ છે, જે તેમણે જાતે રેકોર્ડ કર્યું છે
  • રોબની યૂટ્યૂબ ચેનલ પર લોકોએ 30 મિલિયન કલાકથી વધુ સમય પસાર કર્યો
  • શેન વોર્ન, શોએબ અખ્તર, એડમ ગિલક્રિસ્ટ સહિત અનેક ક્રિકેટર્સ ટ્વિટર પર તેની પાસે વીડિયોની ડિમાન્ડ અથવા નિયમિય રૂપે તેના કન્ટેન્ટ પર ટિપ્પણી કરે છે

મનન વાયા

મનન વાયા

May 20, 2020, 08:41 PM IST

અમદાવાદ.

2020. નવા દાયકાનું પહેલું વર્ષ ક્રિકેટ ચાહકો માટે ઘણું પ્રોમીસિંગ હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ, T-20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, એશિયા કપ અને તે સિવાય અન્ય બાઇલેટરલ સીરિઝ પણ ખરી. જોકે આમાંથી કંઈપણ શરૂ થાય તે પહેલા કોરોના મહામારીએ દુનિયા અટકાવી દીધી. તમામ એક્ટિવિટી બંધ થઈ ગઈ. આવા સમયે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ આર્કાઇવિસ્ટ રોબ મૂડી પોતાના ક્લેક્શન દ્વારા મુશ્કેલ સમયમાં ફેન્સ અને ક્રિકેટર્સનું લોકડાઉનમાં એન્ટરટેનમેન્ટ પૂરું પાડે છે.

ક્રિકેટ લવર્સ જેઓ યૂટ્યૂબ પર જૂના વીડિયો જોવે છે તેમણે 'રોબેલિન્ડા' (robelinda2) લોગો વાળા વીડિયો ચોક્કસ જોયા હશે. આજકાલ એડમ ગિલક્રિસ્ટ, શેન વોર્ન, શોએબ અખ્તર, વગેરે ક્રિકેટર્સ ટ્વિટર પર આવા વીડિયોની ડિમાન્ડ કરે છે અથવા તો તેના પર ટિપ્પણી કરતા જોવા મળે છે. 42 વર્ષીય રોબ પાસે છેલ્લા 35 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તમામ ક્રિકેટ મેચનું ફૂટેજ છે, જે તેમણે જાતે રેકોર્ડ કર્યું છે. રોબના વીડિયોઝ પર લોકોએ 30 મિલિયન કલાકથી વધુ સમય પસાર કર્યો છે. આ વીડિયોઝને 740 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા છે. રોબે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાની અત્યાર સુધીની જર્ની અંગે વિસ્તારમાં વાત કરી.

6 વર્ષની ઉંમરે પ્રથમ વખત મેચ રેકોર્ડ કરી
મેં 1982-83માં જ્યારે હું 6 વર્ષોનો હતો ત્યારે એક્સિડન્ટલી ક્રિકેટ મેચ (એશિઝ) રેકોર્ડ કરેલી. મારા પપ્પાએ કોઈ ફિલ્મ રેકોર્ડ કરી હતી અને તેના પછી એમાં એક મેચની થોડીક હાઈલાઇટ્સ પણ આવી હતી. તે જોઈને મેં હાઈલાઇટ્સ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, જેથી મારે એ પિક્ચરો જોવી ન પડે. ત્યારે હું બાળક હતો એટલે સ્વાભાવિક રીતે બધું રેકોર્ડ નહોતું થતું. 11-12 વર્ષનો થયો ત્યારે પૈસા માટે બહુ બધા કામ કર્યા. જેમકે કાર વોશ, ન્યૂઝ પેપર વહેંચવા જવું, સાફ-સફાઈ કરવી. કંઈપણ કરતો જેનાથી પૈસા મળે અને હું વીડિયો ટેપ્સ લઈને ક્રિકેટ રેકોર્ડ કરી શકું.

મિત્રોના કહેવા પર યૂટ્યૂબ પર પહેલો વીડિયો મુક્યો
મારા અમુક મિત્રોને ગ્રેગ બ્લુવેટે 1998માં ઇંગ્લેન્ડ સામે ફટકારેલી સેન્ચુરી જોવી હતી. મેં કહ્યું મારી પાસે ફૂટેજ છે તો તેમણે કહ્યું, યૂટ્યૂબ પર અપલોડ કરી દે. આમ 2010માં મિત્રોના કહેવા પર પહેલી વખત યૂટ્યૂબ પર વીડિયો મુક્યો હતો અને આ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું.

ડીવીડીનો એવો ઢગલો હતો કે ઘર શિફ્ટ કરવા દોઢ વર્ષ રાહ જોઈ

પહેલા હું ટેપમાં રેકોર્ડ કરતો હતો, પછી તે ટેપના કન્ટેન્ટને  ડીવીડીમાં ટ્રાન્સફર કર્યું અને હાલમાં કલાઉડ પર પોતાનું કન્ટેન્ટ સેવ કરી રહ્યા છે. મારી પાસે 2 રૂમ ભરીને 30 હજારથી વધુ ડીવીડી છે. એક સમય એવો હતો જ્યારે અમારે શિફ્ટ થવાનું હતું પરંતુ ડીવીડીનો ઢગલો એવો હતો કે મેં મારી વાઈફને કીધું હું આ બધું સેવ કરી લઉં પછી જ જશું. કારણકે ડીવીડીમાં એક સ્ક્રેચ આવે તો બધું જતું રહે. જોકે તેમાં મને દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો અને ત્યારબાદ અમે ઘર શિફ્ટ કર્યું હતું. જોકે ત્યારે પણ હજાર જેવી ડીવીડી બાકી રહી ગઈ હતી. મને ટેપને ડીવીડીમાં કન્વર્ટ કરતા કુલ ત્રણ વર્ષ થયા હતા.

Robelinda અને robelinda2 નામ રાખ્યું કારણકે
વર્ષ 2000માં મેં મારી ગર્લફ્રેન્ડ (હવે વાઈફ) સાથે એક જોઈન્ટ ઈમેલ એકાઉન્ટ બનાવ્યું હતું. બંનેના નામને મિક્સ કરીને robelindia નામનું આઈડી જનરેટ કર્યું હતું. પછી જ્યારે ચેનલ શરૂ કરી તો Robelinda જ નામ રાખ્યું. પરંતુ તે ચેનલમાં સ્ટ્રાઈક અને અન્ય કારણે બહુ લાંબા વીડિયો અપલોડ નહોતા થતા તેથી robelinda2 નામની બીજી ચેનલ બનાવી. મને તો એમ હતું જૂની ચેનલ ઉડી ગઈ છે પરંતુ તે હજી ચાલુ છે. પરંતુ હવે હું તેમાં વીડિયો પોસ્ટ નથી કરતો.

સ્કૂલમાં ખોટું બોલીને ઘરે મેચ રેકોર્ડ કરવા જતો
ટીનેજમાં એવું ઘણી વાર થયું કે મારે સ્કૂલ હોય અને ત્યારે જ મેચ પણ હોય. આવી સિચ્યુએશનમાં હું ખોટું બોલતો કે તબિયત સારી નથી અને ઘરે જતો રહેતો હતો. ઘણી વખત પકડાય પણ ગયો છું. એકવાર ટેસ્ટ મેચ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી, મેં 11 વાગે વીસીઆર શરૂ થાય તે મુજબ સેટિંગ ગોઠવેલા. મને ખબર હતી ટેપ 2 વાગે પતી જશે. સ્કૂલથી હું 3 વાગે છૂટવાનો હતો. બીમાર છું એમ કહીને ઘરે ટેપ બદલવા દોડ્યો. ત્યાં પહોંચ્યો તો જોયું કે કોઈ નહોતું. દરવાજો લોક હતો. મેં બારી પર ઇટ ફેંકી. આખી બારી તૂટી નહિ, જેટલી તૂટી એમાંથી ઘૂસવાનો પ્રયાસ કર્યો તો પગ અને હાથમાં વાગ્યું. બારીથી લઈને વીસીઆર સુધી લોહી જ લોહી. હા, હું સમયસર ટેપ બદલવામાં સફળ રહ્યો હતો પરંતુ આ ઘટના હું કે મારા પેરેન્ટ્સ ક્યારેય નહિ ભૂલીએ. હું 8 કે 9 વર્ષનો હતો. તે બાદ મેં મારા મમ્મીને ટેપ બદલતા શીખવાડ્યું હતું.

2 સ્ટ્રાઈક આવી ગઈ છે, વધુ એક આવે તો એકાઉન્ટ ગયું
મને અત્યાર સુધીમાં કોપીરાઈટની 2 સ્ટ્રાઈક આવી ગઈ છે. વધુ એક આવશે તો એકાઉન્ટ જતું રહેશે. સાચું કહું તો મેં જે દિવસે એકાઉન્ટ બનાવ્યું ત્યારથી રોજ સવારે ઉઠીને એ જ ચેક કરતો હોઉં છું કે એકાઉન્ટ છે કે જતું રહ્યું. મેં કોઈ પ્લાન વગર આ શરૂ કર્યું હતું અને અત્યારે પણ કોઈ પ્લાન નથી. આ કન્ટેન્ટ મારુ નથી તો તેઓ મારુ એકાઉન્ટ ડીલીટ કરે તો તેમાં કઈ ખોટું પણ નથી.

ICCએ કહ્યું, 1992 પહેલાના વીડિયો રાખ
ICCએ મને એક મહિના પહેલા બહુ બધા વીડિયો ઉતારવા કહ્યા હતા. અમુક વીડિયો તો મને મારી ચેનલ પર મળતા પણ નથી. તેમણે મને કહ્યું કે, 1992ના પહેલાના વીડિયો પોસ્ટ કરી શકું છું. તે પછીના ઉતારવા પડશે. મેં હજી ઘણા ઉતાર્યા નથી. ફેન્સને ટ્વિટર પર આ અંગે માહિતી આપીને હું પણ તેમની જેમ મારી ચેનલ ડાઉનલોડ કરવામાં વ્યસ્ત છું.

ચેનલ મોનીટાઇઝ નથી કરાવી
મને લાગે છે કે મારી ચેનલ હજી ચાલે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે, મેં ચેનલને મોનીટાઇઝ નથી કરી. મારુ એક જ લક્ષ્ય છે, ક્રિકેટનું ગોલ્ડ કન્ટેન્ટ બધા સાથે શેર કરવું. ગયા મહિને 40 ક્રિકેટ ચેનલ ઉડી ગઈ હતી. તે બધી મોનીટાઇઝ હતી. જ્યારે તમે બીજાના કન્ટેન્ટ પર પૈસા કમાવવા જાવ તો આવું જ થાય. મને આ કામ માટે પૈસા નથી જોતા. હું મારા પ્રોફેશનમાં કમાઈને ખુશ છું. અને પાયાની વાત- આવું કરવું ઈમાનદારી નથી, તો વિચાર પણ ન આવે.

ક્રિકેટ નહિ, મ્યુઝિક છે ફર્સ્ટ લવ
રોબે જીવનનો 90% સમય ક્રિકેટ મેચને રેકોર્ડ કરવામાં ફાળવ્યો હોવા છતાં કહે છે કે, "ક્રિકેટ માટે કંઈપણ, પરંતુ મ્યુઝિક એનાથી પણ પહેલા. મને મ્યુઝિક પ્રત્યેનો લગાવ મારા મમ્મીના મ્યુઝિક માટેના પ્રેમથી થયો હતો. હું અત્યારે રોયલ કેરેબિયન ક્રૂઝ પર ઑસ્ટ્રેલિયન inxs શો માટે ગિટાર અને સેક્સોફોન પ્લે કરું છું. તે ઉપરાંત મેલબોર્નમાં જ ગિટારના કલાસીસ પણ લઉં છું. હું ક્રિકેટ રેકોર્ડ કરતો ત્યારે રેડિયો પરથી મ્યુઝિક પણ રેકોર્ડ કરતો હતો. જોકે પછી પ્યોરલી ક્રિકેટ જ રેકોર્ડ કરવાનું ચાલુ રાખ્યું હતું. અને આજની તારીખમાં પણ બધી મેચો રેકોર્ડ કરું છું."

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી