• Gujarati News
  • Sports
  • Cricket
  • The Spectator Enjoyed The Match With Pomp And Circumstance, Zooming In With Joy As His Visual Appeared On The Screen.

IND Vs NZ:પ્રેક્ષકે ઠાઠમાઠથી માવો ખાતાં-ખાતાં મેચની મજા માણી, સ્ક્રીનમાં તેનો વિઝ્યુઅલ દેખાતાં ખુશીથી ઝૂમી ઊઠ્યો

5 દિવસ પહેલા

કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેન્ડમાં એક દર્શક ઠાઠમાઠથી માવો ખાતાં-ખાતાં મેચની મજા માણી રહ્યો હતો. આ દરમિયાન તે દર્શક અચાનક કૅમેરામાં કેદ થઈ ગયો હતો. આ સમયે તેમના એક્સપ્રેશન જોવા જેવા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે દર્શક માવો ખાતાં-ખાતાં ફોન પર વાત કરી રહ્યો છે. મોઢામાં માવો રાખીને ઊંચું જુએ છે ત્યારે આંખો પણ માંડ-માંડ ખૂલે છે. થોડીકવાર પછી કૅમેરો તેમની સામે હોવાની જાણ થતાં દર્શક પોતે પણ ખુશ થઈ જાય છે અને ઉત્સાહભેર હાથ ઊંચા કરે છે. આજ કારણથી આ દર્શક સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. મહત્ત્વનું છે કે આ ઘટનાના મીમ્સ વસીમ જાફરે તેમના ઓફિશિયલ ટ્ટિટર પર શેર કર્યા છે. આ ઉપરાંત યુઝર્સ પણ તેના રસપ્રદ મીમ્સ શેર કરી રહ્યા છે. જોકે આ પહેલાં IPL દરમિયાન પણ એક યુવક માવો ખાતો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...