• Gujarati News
  • Sports
  • Cricket
  • The Source Of The Board Said Karthik Ashwin Will Not Be Seen Playing In The Upcoming World Cup, Know Who Can Be The Captain

નવી ઘોડી નવો દાવ!:બોર્ડના સૂત્રએ કહ્યું- કાર્તિક-અશ્વિન આવતા વર્લ્ડ કપમાં રમતા દેખાશે નહિ, હાર્દિક કેપ્ટન બની શકે છે

24 દિવસ પહેલા

ગઈકાલે ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે નાલેશીભર્યો હારનો સામનો કર્યા પછી એવા સમાચાર આવી રહ્યા છે કે T20 સ્ક્વોડમાં ફેરફાર થઈ શકે છે. સિનિયર પ્લેયર્સને હવે T20 ટીમમાંથી હાર કરવામાં આવી શકે છે. BCCIના એક સોર્સના જણાવ્યા પ્રમાણે 'આવનારા એક વર્ષમાં T20 ટીમમાં ઘણા ફેરફારો જોવામાં આવી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક અને આર. અશ્વિન જેવા સિનિયર પ્લેયર્સ ધીરે-ધીરે ટીમમાંથી બહાર થઈ શકે છે.'

BCCIનાં સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે 'વર્લ્ડ કપને લઈને T20 ફોર્મેટમાં દિનેશ કાર્તિક અને રવિચંદ્રન અશ્વિનની સેમિફાઈનલ છેલ્લી મેચ હોઈ શકે છે. તો રોહિત અને કોહલીના ભવિષ્ય વિશે બોર્ડે તેમના ઉપર જ છોડી દીધું છે.'

તો બીજીબાજુ BCCIએ ન્યૂઝીલેન્ડ ટૂર માટે હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત આખા સ્ટાફને આરામ આપ્યો છે. ત્યારે આ ટૂર માટે હેડ કોચ તરીકે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ જશે.

ઇંગ્લેન્ડ સામેની હાર પછી સવાલો ઊઠ્યા અને બોર્ડની કાર્યવાહી શું હોઇ શકે છે?

1. શું રોહિત ટૂંક સમયમાં T20માંથી નિવૃત્તિ જાહેર કરશે?
શક્ય છે, કારણ કે સેમિફાઈનલમાં હાર્યા પછી તેઓ ખૂબ જ ઉદાસ દેખાતા હતા. તેમને કોચ રાહુલ દ્રવિડે સંભાળ્યા હતા. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં પણ કોચ રાહુલ દ્રવિડ આવ્યા હતા.
BCCIના સૂત્રએ જણાવ્યું કે બોર્ડે કોઈને નિવૃત્તિ લેવા માટે કહ્યું નથી. તે ખેલાડીઓનો પોતાનો નિર્ણય હશે. હા, 2023માં આગામી 12 મહિનાનું T20 શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. આ દરમિયાન મોટાભાગના સિનિયર ખેલાડીઓ વન-ડે અને ટેસ્ટ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જો ખેલાડીઓ ઇચ્છતા ન હોય તો તેઓ નિવૃત્તિની જાહેરાત નહીં કરે. હા, મોટા ભાગના સિનિયર ખેલાડીઓ આવતા વર્ષે T20 રમતા જોવા નહીં મળે.

2. હાર્દિક પંડ્યાને T20માં કેપ્ટન બનાવવામાં આવી શકે છે?
સેમિફાઈનલમાં હાર મળ્યા પછી બોર્ડ અને ટીમ પર સવાલો ઊભા થયા છે. ત્યારે 2 વર્ષ પછી એટલે કે 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. જેમાં ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા પહેલી ચોઇસ છે. બોર્ડ હાર્દિકને T20 ફોર્મેટમાં લાંબા સમય સુધી કેપ્ટન તરીકે જોવા ઇચ્છે છે. ત્યારે તેમને કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

3. રોહિત-વિરાટ અંગે કોચ રાહુલ દ્રવિડનું શું કહેવું છે?
આ સવાલ પર કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે આ વિશે અત્યારે તો વાત કરવી ખોટી છે. આ બન્ને પ્લેયર્સ કમાલના છે. તેઓ મેચ વિનર છે. અત્યારે આ બન્ને ખેલાડીઓને બહાર કરવા વિશે વાત કરવી ખોટી છે. આગળ ટીમ ઈન્ડિયાને ઘણી મેચ રમવાની છે ત્યારે ટીમ આવનારા વર્લ્ડ કપની તૈયારીમાં લાગી જશે.

ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરી શકે છે

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર અને લેજેન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે સેમિફાઈનલમાં હાર મળ્યા પછી કહ્યું હતું કે 'આ હાર પછી ટીમ ઈન્ડિયાના ઘણા દિગ્ગજો નિવૃત્તિ જાહેર કરી શકી છે અને ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે.'