વેસ્ટઈન્ડીઝ સીરિઝ ભારતીય ટીમના આક્રમક બેટ્સમેન શિખર ધવન સાથે બીસીસીઆઈના સિલેક્ટર્સ વાત કરી શકે છે. આ દરમિયાન તેના બેટિંગ એપ્રોચ અંગે ચર્ચા થઈ શકે છે. સાથે જ આગામી વર્લ્ડ કપ અંગે પણ વાત થવાની આશા છે.
વિન્ડીઝ સામે પ્રથમ મેચમાં 97 રનની ઈનિંગ્સ રમ્યા પછી પણ તેની બેટિંગ નિશાન પર છે. જેનું કારણ તેની ધીમી બેટિંગ છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈચ્છે છે કે ટીમ આક્રમક પ્રદર્શન કરે, પરંતુ ધવન થોડું અલગ વિચારે છે.
સિલેક્શન સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, ‘આપણે ધવનની સાથે તેની ભવિષ્યની યોજનાઓને સમજવા માટે ઝિમ્બાબ્વેના પ્રવાસ પછી બેસીશું. જો તેણે બેટિંગની ટેકનીક બદલવી છે તો બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને કોચ રાહુલ દ્રવિડ તેની સાથે વાત કરવા હાજર છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.