તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓલરાઉન્ડર સુરેશ રૈના છેલ્લા 2 વર્ષથી ઇન્ડિયન ટીમની બહાર છે. તેણે કહ્યું કે, જે ખેલાડીઓનો બીસીસીઆઈ સાથે કરાર નથી, તેમને વિદેશી T-20 લીગમાં રમવાની છૂટ મળવી જોઈએ. તેણે ઇરફાન પઠાણ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન આ વાત કહી હતી.
રૈનાએ કહ્યું કે વિદેશી ટી -20 લીગમાં રમવું તે ઉંમરલાયક ખેલાડીઓ માટે સારું રહેશે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું આશા રાખું છું કે બીસીસીઆઈ, ફ્રેન્ચાઇઝ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની સાથે મળીને નિર્ણય લઈ શકે છે કે બોર્ડ સાથે જેમનો કરાર ન હોય તે ખેલાડીઓ બિગ બેશની જેવી ટી -20 લીગમાં રમી શકે છે.
ઘણા ખેલાડીઓ આઈપીએલમાં પણ રમતા નથી: રૈના તેણે વધુમાં કહ્યું કે મને લાગે છે કે મારા સિવાય યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ છે, જે વિદેશી ટી -20 લીગમાં રમીને ઘણું શીખી શકે છે. અમને ઓછામાં ઓછા બે વિદેશી ટી 20 લીગમાં રમવા દેવા જોઈએ. કારણ કે અમે બીસીસીઆઈની કરાર સૂચિમાં નથી. ઘણા લોકોનો આઇપીએલ ફ્રેન્ચાઇઝ સાથે પણ કરાર નથી.
રૈનાએ કહ્યું કે ઘરેલું ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની જેમ કોઈ સ્પર્ધા નથી. જો વર્ષમાં અમને ત્રણ મહિનાની ક્વોલિટી ક્રિકેટ રમવાનો મોકો મળે. તે પછી કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) અથવા ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ. આનાથી અમે હંમેશાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર રહીશું.
ભારતીય ક્રિકેટર્સને વિદેશી લીગમાં રમવાની પરવાનગી નથી બીસીસીઆઈ કોઈપણ એક્ટિવ ક્રિકેટરને આઇપીએલ સિવાય અન્ય કોઈ લીગમાં રમવાની તક આપતું નથી. જોકે નિવૃત્તિ પછી અમુક ખેલાડીઓ વિદેશી લીગમાં રમી રહ્યા છે. વિરેન્દ્ર સહેવાગ ટી-10 લીગ અને યુવરાજ સિંહ ગ્લોબલ ટી-20 લીગ કેનેડામાં રમ્યા હતા. ગયા વર્ષે હરભજન સિંહે પણ ઇંગ્લેન્ડમ ધ હન્ડ્રેડ માટે કરાર કર્યો હતો. જોકે આઇપીએલમાં રમવા તેણે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.