તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The Second Player To Score 3,000 Runs In West Indies' Taylor Women's T20, No Male Player Has Achieved This Feat.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ:વિન્ડીઝની ટેલર મહિલા ટી20માં 3 હજાર રન બનાવનારી બીજી ખેલાડી, કોઈ પુરુષ ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી

લંડન8 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિન્ડીઝની મહિલા ટીમની કેપ્ટન સ્ટેફની ટેલર. - Divya Bhaskar
વિન્ડીઝની મહિલા ટીમની કેપ્ટન સ્ટેફની ટેલર.
 • ઈન્ટરનેશનલમાં મહિલાઓનું પ્રદર્શન વધુ સારું, પરંતુ મોટા ભાગની લીગ પુરુષોની રમાઈ રહી છે
 • ઈંગ્લેન્ડની મહિલા ટીમ ટી20માં 100+ મેચ જીતનારી એકમાત્ર ટીમ

ઈંગ્લેન્ડની મહિલા ટીમે બીજી ટી20માં વિન્ડીઝને 47 રને હરાવ્યું છે. તેની સાથે જ ટીમે પાંચ મેચની સીરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ દરમિયાન વિન્ડીની કેપ્ટન સ્ટેફની ટેલરે ટી20માં 3 હજાર રન પૂરા કર્યા છે. તે આમ કરનારી બીજી મહિલા ખેલાડી છે. અત્યાર સુધી એક પણ પુરુષ ખેલાડી આવી સિદ્ધિ મેળવી શક્યો નથી. આજે દુનિયાના મોટા બોર્ડ પુરુષ ટી20 લીગ પર ધ્યાન આપી રહ્યા છે. માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ મહિલાઓની મોટી લીગનું આયોજન કરી રહી છે.

ટી20માં સૌથી વધુ રન બનાવનાર મહિલા અને પુરુષ ખેલાડી : ટોપ-5માં ત્રણ મહિલા

ખેલાડીકેટેગરીદેશમેચરન
સુઝી બેટ્સમહિલાન્યૂઝીલેન્ડ1193243
સ્ટેફની ટેલરમહિલાવિન્ડીઝ1053020
વિરાટ કોહલીપુરુષભારત822794
મેગ લેનિંગમહિલાઓસ્ટ્રેલિયા1042788
રોહિત શર્માપુરુષભારત1082773

ટી20માં સૌથી વધુ વિકેટ લેનારા મહિલા અને પુરુષ ખેલાડી : 3 મહિલા 100+ વિકેટ લઈ ચુકી છે

ખેલાડીકેટેગરીદેશમેચવિકેટ
અનિશા મોહમ્મદમહિલાવિન્ડીઝ111120
એલિસ પેરીમહિલાઓસ્ટ્રેલિયા120114
લસિથ મલિંગાપુરુષશ્રીલંકા84107
અન્યા શ્રુબસોલેમહિલાઈંગ્લેન્ડ77102
શબનમ ઈસ્માઈલમહિલાદ.આફ્રિકા9299

ટી20માં સૌથી વધ મેચ જીતનારી મહિલા અને પુરુષ ટીમ : ભારતીય પુરુષ ટીમ ચોથા સ્થાને

ટીમકેટેગરીમેચજીત
ઈંગ્લેન્ડમહિલા143101
પાકિસ્તાનપુરુષ15793
ઓસ્ટ્રેલિયામહિલા13891
ભારતપુરુષ13483
ન્યૂઝિલેન્ડમહિલા12474

​​​​​​​ગ્લેનના ઓલરાઉન્ડ દેખાવથી ઈંગ્લેન્ડની ટીમનો બીજો વિજય

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 151 રન બનાવ્યા હતા. ઓપનર ટેમી બીયુમોન્ટે 21 અને એની જોન્સે 25 રન બનાવ્યા હતા. અ જવાબમાં વિન્ડીઝનો સ્કોર પણ એક સમયે એક વિકેટે 72 રન હતો. જોકે, પછી વિન્ડીઝ ટીમ 8 વિકેટે 104 રન જ બનાવી શકી. ગ્લેને બે વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો