તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોહલીના નામે વધુ એક સિદ્ધી:વિરાટ ત્રીજા નંબર પર બેટીંગ કરી દસ હજાર રન પૂરા કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો, રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડ્યો

પુણે3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેડ સામે બીજી વનડેમાં અડધી સદી ફટકારી તે સમયે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વનડે ઈતિહાસમાં નંબર-3 પર બેટિંગ કરી 10 હજાર રન પૂરા કરનાર તે વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ આવો રેકોર્ડ બનાવ્યો હતો.

કેપ્ટન તરીકે સૌથી વધુ રન કરવામાં ગ્રીમ સ્મિથને પાછળ છોડ્યો
​​​​​​​
આ ઉપરાંત કોહલી આ મેચમાં 41 રનના સ્કોર પર પહોંચ્યો ત્યારે કેપ્ટન તરીકે એક ખાસ બાબતમાં તેણે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથને પાછળ છોડી દીધો હતો. એટલે કે કેપ્ટન તરીકે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન કરનાર ખેલાડીની યાદીમાં વિરાટ ટોપ-5માં સામેલ થઈ ગયા છે. ગ્રીમ સ્મિથે કેપ્ટન તરીકે 5416 રન બનાવ્યા છે. વિરાટ હવે તેમનાથી આગળ નિકળી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપુર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ટોપ પર છે.

ત્રીજા ક્રમ પર આવી 10,000 રન પૂરા કર્યાં
વિરાટ કોહલીએ ત્રીજા નંબર પર બેટીંગ કરી 10,000 રન પૂરા કરી લીધા છે. આ ક્રમ પર દસ હજાર રનનો આંકડો સ્પર્શનાર તે વિશ્વના બીજા બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટીંગના નામે હતો. પોન્ટીંગે ત્રીજા નંબર પર બેટિંગ કરી 12662 રન ફટકાર્યા હતા.

અત્રે ઉ્લલેખનીય છે કે અત્યાર સુધીમાં વિરાટે 52 અડધી સદી, 36 સદી ફટકારી છે. તેની એવરેજ 63 રહી છે તો સ્ટ્રાઈક રેટ 94 કરતા વધારે રહી છે. આજે બીજી વનડેમાં વિરાટ કોહલી 32મી ઓવરના અંતિમ બોલ પર આદિલ રાશીદે કેપ્ટન જોશ બટલરના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ભારતીય કેપ્ટને 79 બોલમાં 66 રન ફટકાર્યા હતા. કોહલીએ મેચમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.