BCCIએ IPLની 15મી સિઝનની લીગ મેચનું વિગતવાર શિડ્યૂલ જાહેર કરી દીધું છે. જેની પહેલી મેચ કોલકાતા અને ચેન્નઈ વચ્ચે 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આની સાથે જ આ કુલ 70 લીગ મેચ અને 4 પ્લેઓફ ગેમ મળીને આ ટૂર્નામેન્ટ કુલ 65 દિવસ સુધી ચાલશે. જેમાં કુલ 12 ડબલ હેડર મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે આ સીઝનથી IPLની 2 નવી ટીમ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ત્યારે ગુજરાત અને લખનઉ પોતાની પહેલી લીગ મેચ એકબીજા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ રમતી જોવા મળશે.
પહેલી ડબલ હેડર 27 માર્ચે રમાશે
IPL 2022 સિઝનની પહેલી ડબલ હેડર મેચ 27 માર્ચ રવિવારે રમાશે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3.30 વાગ્યે પહેલી મેચ (પુણેના બ્રેબોર્ન-CCI સ્ટેડિયમ) જ્યારે પંજાબ અને બેંગ્લોર વચ્ચેની બીજી મેચ (D.Y.પાટીલ સ્ટેડિયમ મુંબઈ) 7.30 વાગ્યે રમાશે. બંને મેચો અલગ અલગ સ્ટેડિયમમાં આયોજિત થશે.
પ્લેઓફનું શિડ્યૂલ જાહેર કરાયું નથી
TATA- IPL 2022માં જે પ્લેઓફ મેચ રમાવાની છે એનું શિડ્યૂલ તથા ક્યાં અને કયા સ્ટેડિયમમાં રમાશે એની વિગતવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.