- Gujarati News
- Sports
- Cricket
- The Rain Spoiled The Fun Of Becoming A Villain, Shattering The Indian Team's Dream Of Winning The Series; Future Player Of The Tournament
IND vs SA, 5મી T20 તસવીરોમાં:વરસાદે વિલન બની મજા બગાડી, ઈન્ડિયન ટીમનું સિરીઝ જીતવાનું સપનું તૂટ્યું; ભુવી પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ
બેંગ્લોરમાં આયોજિત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી T20 વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આજની મેચમાં બે વખત વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. પ્રથમ ટોસ પછી વરસાદના કારણે મેચ 50 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થવાને બદલે સાંજે 7.50 વાગ્યે શરૂ થઈ હતી. બંને દાવમાંથી એક-એક ઓવર કાપવામાં આવી હતી અને મેચ 19 ઓવરની હતી.
જોકે, ભારતીય ઇનિંગ્સની 3.3 ઓવર પછી જ ફરીથી વરસાદ શરૂ થયો અને ત્યારપછી તે અટક્યો નહીં. જ્યારે ફરી વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર બે વિકેટે 28 રન હતો. ઈશાન કિશન સાત બોલમાં બે છગ્ગાની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારપછી વરસાદ રોકાયો નહીં અને મેચ સ્થગિત કરવી પડી હતી. તો ચલો આપણે વરસાદી વાતાવરણ વચ્ચે રમાયેલી મેચ પર નજર કરીએ....
દ.આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી, ભારત સતત પાંચેય ટોસ હાર્યું. તેમ્બા બઉમા ઈન્જરીના કારણે બહાર હતો. કેશવ મહારાજને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.
ટોસ પછી ધોધમાર વરસાદ પડતા મેચ સ્થગિત કરાઈ હતી. 7.50 વાગ્યે ફરીથી શરૂ કરવાની જાહેરાત થઈ હતી.
વરસાદ બંધ થતા સુપર સોપર વડે મેદાન ડ્રાય કરવાની સાથે કવર્સ દૂર કરાયા હતા.
દ.આફ્રિકાની ટીમ અને ઈશાન કિશન મેદાનમાં રમવા ઉતર્યા હતા.
ઈન્ડિયન ટીમના બંને ઓપનર્સ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
લુન્ગી એન્ગિડી જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ઈશાન કિશન અને ચહલ મસ્તી કરતા જોવા મળ્યા
વરસાદ બંધ ન થતા મેચ રદ થઈ હતી. હતી દરમિયાન રિષભ પંત અને દ.આફ્રિકન ખેલાડીએ સિરીઝ બરાબરી પર સમાપ્ત થતા એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા.