તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • The Player Was Changing T shirt On The Ground And The Ball Crossed The Boundary, This Video Is Going Viral Fast

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફની ફીલ્ડિંગ:ગ્રાઉન્ડ પર ટી-શર્ટ બદલી રહ્યો હતો ખેલાડી અને બોલ થયો બાઉન્ડ્રીને પાર, તેજીથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

અબુધાબી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
રોહન પોતાની ટી શર્ટ બદલતા બદલતા બોલની પાછળ ભાગવા લાગ્યો. જો કે તે બોલને બાઉન્ડ્રી પાર જતા રોકી શક્યો ન હતો - Divya Bhaskar
રોહન પોતાની ટી શર્ટ બદલતા બદલતા બોલની પાછળ ભાગવા લાગ્યો. જો કે તે બોલને બાઉન્ડ્રી પાર જતા રોકી શક્યો ન હતો
 • રોહન મુસ્તફા UAE ટીમનો પૂર્વ કેપ્ટન રહી ચુક્યો છે જેને 39 ODIમાં 68.7ની સ્ટ્રાઈક રેટથી 761 રન બનાવ્યા છે.

વિશ્વની સૌથી નાની ક્રિકેટ લીગ અબુધાબી ટી-10 આમ તો ફટાકાબાજી ક્રિકેટ માટે દુનિયામાં આખીમાં પ્રખ્યાત છે. પરંતુ આ લીગમાં હાલમાં જ એક એવી ઘટના સામે આવી જેને દુનિયાભરના ખેલ પ્રેમીઓને હસી હસીને લોથપોથ કરી દિધા. અબુ ધાબી અને નોર્દર્ન વોરિયર્સ વચ્ચે ચાલી રહેલી ટી-10 મેચમાં અબુધાબીના ફિલ્ડર રોહન મુસ્તફાએ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો, પરંતુ આ ખેલાડીએ બાઉન્ડ્રી પર ફીલ્ડિંગને મહત્વની આપવાની જગ્યાએ પોતાની જર્સી બદલવાનું વધુ યોગ્ય લાગ્યું, જેને કારણે બેટ્સમેને ફટકારેલો શોટ બાઇન્ડ્રીને પાર પહોંચી ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ મુસ્તફાએ ફીલ્ડિંગમાં દાખવેલી બેદરકારીથી કેટલાંક ક્રિકેટ ફેન્સ દુઃખી જોવા મળી રહ્યાં છે, ત્યારે કેટલાંકે તેમને આગામી મેચમાં ટીમમાં બહાર કરવાની માગ કરી છે.

મુસ્તફાની ફની ફીલ્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ
ટી-10માં મેચ દરમિયાન રોહન મુસ્તફાની જર્સી બદલવાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહન બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરતા સમયે પોતાની ટી શર્ટ બદલી રહ્યો હતો. આ સમયે જ નોર્દન વોરિયર્સના બેટ્સમેને એક શોટ માર્યો જે બાઉન્ડ્રી તરફ આવી રહ્યો હતો. આ વચ્ચે રોહન પોતાની ટી શર્ટ બદલતા બદલતા બોલની પાછળ ભાગવા લાગ્યો. જો કે તે બોલને બાઉન્ડ્રી પાર જતા રોકી શક્યો ન હતો. મુસ્તફાની બેદરકારીને કેટલાંક લોકો એવું માને છે કે બોલરે ફિલ્ડરને પૂરી રીતે તૈયાર છે કે નહીં તે જોયું નહીં હોય, અને બોલ ફેંકી દિધો હતો. તો કેટલાંકને લાગે છે કે ફિલ્ડરને પણ આશા ન હતી કે બેટ્સમેન તેની દિશામાં જ બોલને ફટકારશે.

ખેલાડીઓ અને ફેન્સ હસી હસીને લોથપોથ થયા
ટી-10માં રોહન મુસ્તફાની આ હરકતે ખેલ જગતને હસી હસીને લોથપોથ થવાનો એક મોકો આપ્યો છે. રોહનને જેવો જ બાઉન્ડ્રી પર ટી-શર્ટ બદલતો જોવામાં આવ્યો અને ચાર રન જતા રહ્યાં, તે બાદ મેદાન અને ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ જોર જોરથી હસવા લાગ્યા હતા. આ નઝારાને જોઈને કોમેન્ટેટર અને ફેન્સ પણ હસી હસીને બેવડા વળી ગયા હતા.

નોર્દર્ન વોરિયર્સે 8 વિકેટથી મેચ જીત્યો
મેચની વાત કરીએ તો નોર્દર્ન વોરિયર્સે આરામથી અંતમાં અબુધાબીને 8 વિકેટથી માત આપી હતી. આ મેચમાં અબુધાબીએ પહેલાં બેટિંગ કરતાં 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 123 રન કર્યા હતા, જેના જવાબમાં નોર્દર્ન વોરિયર્સે 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટને પૂરો કર્યો હતો. નોર્દર્ન વોરિયર્સ તરફથી વાસિમ મોહમ્મદે 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો