ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર દીપક ચહર સહિત ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડીઓ ન્યૂઝીલેન્ડથી સીધા બાંગ્લાદેશ માટે રવાના થયા હતા. આવતીકાલથી બાંગ્લાદેશ સામે વન-ડે સિરીઝ શરૂ થવાની છે. જેમાં આ ખેલાડીઓનો સામાન ખોવાઈ ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર મલેશિયન એરલાઈન્સને ટેગ કરતાં પોતાના ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચહરે આરોપ લગાવ્યો હતો કે આ યાત્રા દરમિયાન ફ્લાઈટમાં તેને અને તેના ટીમના સાથીઓને સરખું ખાવાનું પણ મળ્યું નહોતું. દીપક ચહરની આ સોશિયલ મીડિયા પોસ્ટ પછી મલેશિયન એરલાઈન્સે અસુવિધા માટે માફી માગી હતી.
વાત એમ છે કે આવતીકાલથી ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે 3 મેચની વન-ડે સિરીઝ શરૂ થવાની છે. વન-ડે ટીમમાં સામેલ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે વન-ડે સિરીઝ રમ્યા પછી ડાયરેક્ટ બાંગ્લાદેશ માટે રવાના થયા હતા.
દીપક ચહર સાથે ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ જેમ કે મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, શિખર ધવન, શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર હતા. આ ખેલાડીઓ કુઆલાલંપુરથી મલેશિયન એરલાઈન્સથી ઢાકા પહોંચ્યા હતા. જ્યારે ઉમરાન મલિક અને સૂર્યકુમાર યાદવ ભારત આવી ગયા છે. તો બીજી બાજુ ઈજાના કારણે મોહમ્મદ શમી ટીમની બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ ઉમરાન મલિકને વન-ડે સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે તેઓ જલદીથી ટીમ સાથે જોડાઈ જશે.
મલેશિયન એરલાઈન્સમાં યાત્રાનો ખરાબ અનુભવ
દીપક ચહરે શનિવારે પ્રેક્ટિસ સેશનની પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યાત્રા દરમિયાન થયેલી અસુવિધા વિશે જાણકારી આપી હતી. તેણે લખ્યું હતું કે 'મલેશિયન એરલાઈન્સમાં યાત્રા કરવાનો અનુભવ ઘણો ખરાબ રહ્યો હતો. રવિવારે મેચ રમવાની છે, 24 કલાક થઈ ગયા છે. અત્યારસુધી મને અને મારા સાથીઓને સામાન મળ્યો નથી.'
'જાણકારી આપ્યા પહેલા જ તેઓએ પોતાનું પ્લેન બદલાવી દીધું હતું અને પછી બિઝનેસ ક્લાસમાં સરખું ખાવાનું પણ આપ્યું નહોતું.' મલેશિયન એરલાઈન્સે સોશિયલ મીડિયા પર કમ્પેલન ફોર્મ મોકલ્યું હતિું, પરંતુ તે ખુલ્યું પણ નહોતું. તો મલોશિયન એરલાઈન્સે ક્રિકેટર્સને થયેલી અસુવિધા માટે માફી માગી હતી.
બાંગ્લાદેશમાં વન-ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), લોકેશ રાહુલ (વાઇસ કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.