પાકિસ્તાની TV એન્કર સાથે અથડાયો ફિલ્ડર, નીચે પડી ગઈ:ખેલાડીએ બોલને રોકવા માટે ડાઇવ મારી હતી, એન્કરે કહ્યું- બરફ લાવો

જોહાનિસબર્ગ17 દિવસ પહેલા
બુધવારે દક્ષિણ આફ્રિકા T20 લીગ દરમિયાન કોમેન્ટરી કરતી વખતે એન્કર ઝૈનબ નીચે પડી ગઈ હતી.
  • પાકિસ્તાની એન્કર ઝૈનબ બાઉન્ડરીલાઇનની બહાર મેચની કોમેન્ટરી કરી રહી હતી

બુધવારે સેન્ચુરિયનમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને MI કેપટાઉન વચ્ચેની SA20 લીગની મેચ દરમિયાન પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ મેદાન પર પડી ગઈ હતી. ઝૈનબ બાઉન્ડરીલાઇનની બહાર મેચની કોમેન્ટરી કરી રહી હતી.

13મી ઓવરમાં સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપના માર્કો જાનસેને સેમ કરણના બોલ પર મિડ-વિકેટ તરફ શાનદાર શોટ રમ્યો, ફિલ્ડર ચોગ્ગો રોકવા ગયો અને બોલને પકડવા માટે ડાઇવ મારી અને ઝૈનબ સાથે અથડાયો હતો. ઝૈનબ બાઉન્ડરીલાઇન પર જ પડી ગઈ હતી.

એન્કરે કહ્યું- બરફ લાવો
સુપર સ્પોર્ટ ટીવીએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ પર ઝૈનબે કહ્યું, "હું બચી ગઈ, પણ હવે મને ખબર છે કે કેવું લાગે છે! મલમ તરીકે બરફ લાવો."

સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે મેચ જીતી લીધી હતી
મેચની વાત કરીએ તો... સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે MI કેપટાઉન સામે 172 રનના લક્ષ્યનો પીછો કરતાં 2 વિકેટે જીત મેળવી હતી. સનરાઇઝર્સ 100 રન બનાવતાં પહેલાં જ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ માર્કોએ જેન્સેનની માત્ર 27 બોલમાં 66 રનની ઈનિંગે મેચ પલટી નાખી હતી. લેફ્ટી ફાસ્ટ બોલર જેન્સને તેની ઇનિંગ્સમાં સાત સિક્સર અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 244.44 હતો.

પાકિસ્તાની એન્કર ઝૈનબ બાઉન્ડરીલાઇનની બહાર મેચની કોમેન્ટરી કરી રહી હતી.
પાકિસ્તાની એન્કર ઝૈનબ બાઉન્ડરીલાઇનની બહાર મેચની કોમેન્ટરી કરી રહી હતી.

દક્ષિણ આફ્રિકા લીગ મીની IPL
દક્ષિણ આફ્રિકા લીગમાં 6 ટીમ વચ્ચે 33 મેચ રમાશે. આ લીગને મિની IPL પણ કહી શકાય. ટૂર્નામેન્ટની તમામ ટીમોનો માલિકીની હક મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સહિત 6 આઈપીએલ ફ્રેન્ચાઈઝી પાસે છે. IPLની ઈનામી રકમ 46.5 કરોડ રૂપિયા છે. તેની સામે લીગ પાસે 33 કરોડ છે. ફ્રેન્ચાઈઝી ટીમોની સમાન ઓળખ માટે ગ્લોબલ કોચની નિમણૂક કરી છે. ટીમોના લોગો, જર્સી પણ આઈપીએલ જેવી છે.

ખેલાડીઓ, જેઓ IPLમાં રમે છે
ડઝનબંધ એવા વિદેશી ખેલાડીઓ રમી રહ્યા છે, જેઓ IPLની ટીમોમાં રમતા હતા, જેમ કે ડ્વેન પ્રિટોરિયસ, ક્લાસેન, હોલ્ડર, ટોપ્લે, પ્લેસિસ, તિક્ષ્ણા, બ્રુક, ફરેરા, રબાડા, લિવિંગ્સ્ટન, સેમ કરન, ઓડિયન સ્મિથ, બ્રેવિસ, બટલર, મેકોય, નોર્કિયા, રુસો, સાલ્ટ, જોશ લિટલ, આદિલ રશીદ, વિલ જેક્સ, માર્કરામ, યંસેન, સ્ટબ્સ.

અન્ય સમાચારો પણ છે...