• Gujarati News
  • Sports
  • Cricket
  • The Pitch Has An Old Relationship With Controversies, The Genie Of The Pitch Does Not Wake Up Again. Kanpur

ગ્રીન પાર્ક સ્ટેડિયમની પિચ વિવાદોમાં:અહીં અસમતલ ઉછાળનો પ્રશ્ન અવાર-નવાર સામે આવે છે, ક્યૂરેટરે કહ્યું- બેટરને મદદ મળશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની પિચ 25 નવેમ્બરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આયોજિત પહેલી ટેસ્ટ માટે તૈયાર થઈ ચૂકી છે. પરંતુ આની પહેલાની ઘણી મેચમાં આ પિચના બંને એન્ડ પર અસમતલ ઉછાળનો પ્રશ્ન સામે આવ્યો છે. ગત 2 મહિનાથી ગ્રીન પાર્કમાં ટીમોની પસંદગીની સાથે ઘણી પ્રેક્ટિસ મેચ પણ રમાઈ છે. આ દરમિયાન મીડિયા સેન્ટર તરફના એન્ડ પર બોલ કમરની ઉંચાઈથી વધારે બાઉન્સ કરવા સક્ષમ જ નહોતો. જ્યારે ઓલ્ડ પેવેલિયન એન્ડ પરથી બોલ જરૂર કરતા વધારે બાઉન્સ થાય છે.

એટલું જ નહીં આ પિચ પર એક કલાક પછી ધૂળ ઉડવા લાગે છે. આ પિચમાં થઈ રહેલા પરિવર્તન અંગે પ્રેક્ટિસ મેચ દરમિયાન એક સિલેક્ટરે નોડલ અધિકારીને ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદને ફંગોળી દેવામાં આવી હતી. જોકે ગ્રીન પાર્કના ક્યૂરેટર શિવકુમારે કહ્યું હતું કે પિચ બેટિંગ અને બોલિંગ માટે અનુકૂળ છે. આનાથી બેટરને વધારે સહાય થશે.

13 વર્ષથી આ વિવાદોમાં ઘેરાયેલી
ગ્રીન પાર્ક વિકેટનો વિવાદ લગભગ 13 વર્ષ જૂનો છે. જ્યારે પહેલીવાર ત્રણ દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ ત્યારે દક્ષિણ આફ્રિકાએ પિચ સાથે ચેડા કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ICCએ પણ ક્યૂરેટર સહિત BCCIને સ્પષ્ટતા કરવા ટકોર કરી હતી. ક્યૂરેટર વિરૂદ્ધ વર્ષ 2008માં ભારત-દ.આફ્રિકા ટેસ્ટ મેચ દરમિયાન પિચ સાથે ચેડા મુદ્દે કેસ દાખલ કરાયો હતો. જોકે યૂપીસીએના આઉટ ગોઈંગ ઓફિસરે ICCની માફી માગી કેસ ક્લોઝ કરી દીધો હતો.

ઘણીવાર પિચ સાથે ચેડા કર્યાના આરોપ મુકાયા
ગ્રીનપાર્કની પિચનો વિવાદ ફરીથી વકરી શકે છે. સાડા 4 વર્ષ પહેલા IPLમાં જે પિચ ક્યૂરેટર વિરૂદ્ધ સટોડિયાઓની નજર હતી, આજે પણ યૂપીસીએ તેના પર ભરોસો કરી રહ્યા છે. ત્યારપછી 2009માં શ્રીલંકન ઓફ સ્પિવર મુથૈયા મુરલીધરને પણ પોતાની ટીમ હારી ગયા પછી કેપ્ટન કુમાર સંગાકારા સાથે સંયુક્ત રૂપે ICCને પિચ સાથે છેડતી કરવાનો આરોપ મૂક્યો હતો. ત્યારપછી વર્ષ 2010માં ડોમેસ્ટિક મેચની રણજી ટ્રોફી સ્પર્ધામાં યૂપી અને બંગાળની મેચ 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. આ દરમિયાન બંગાળના કેપ્ટન સૌરભ ગાંગુલીએ BCCIને ફરિયાદ કરી હતી અને પિચ ક્યૂરેટર સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...