તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The Pakistan Captain Said There Would Be Pressure On The Indian Team In The T 20 World Cup; We Will Beat Them Easily

બાબરે 'વિરાટ' સેનાને પડકારી:પાકિસ્તાની કેપ્ટને કહ્યું, T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમ પર પ્રેશર રહેશે; તેમને સરળતાથી હરાવી ટૂર્નામેન્ટની શરૂઆત કરીશું

23 દિવસ પહેલા
  • 24 ઓક્ટોબરે ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે

ક્રિકેટજગતના એલ ક્લાસિકો એવા ઈન્ડિયા અને પાકિસ્તાન મહાસંગ્રામ પહેલાં જ બંને ટીમ વચ્ચે માહોલ ગરમાયો છે. બંને ટીમ વચ્ચે 24 ઓક્ટોબરે મેચ રમાવાની છે. એવામાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે અત્યારથી જ એવું નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે કે વર્લ્ડ કપમાં તેમની ટીમનું પલડું ભારે હશે. ઈન્ડિયન ટીમ પાકિસ્તાન સામે પ્રેશરમાં હોવાથી અમે સરળતાથી મેચ જીતીને ટૂર્નામેન્ટની શરૂઆત કરીશું. જોકે હજુ આ બંને ટીમ વચ્ચેની મેચમાં ઘણા દિવસો બાકી છે, પરંતુ પાકિસ્તાની કેપ્ટનના આવા નિવેદન બાદ કોહલીની શું પ્રતિક્રિયા હશે એ પણ જોવાજેવી થશે.

બાબરે રમીઝ રાજા સાથે વાતચીત દરમિયાન નિવેદન આપ્યું
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન રમીઝ રાજા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું પલડું ભારે છે. અમારી સામે મેચ દરમિયાન ઈન્ડિયન ટીમ પ્રેશરમાં હશે. જેના કારણે પાકિસ્તાની ટીમ સરળતાથી દબાણ બનાવીને આ મેચને જીતી લેશે અને ટૂર્નામેન્ટમાં પોતાનો વિજયરથ આગળ વધારશે.

તમને જણાવી દઇએ કે બંને ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજની પહેલી મેચ 24 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. આ બંને ટીમે 2019 વર્લ્ડ કપ પછી એકપણ મેચ એકબીજા સામે રમી નથી.

વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમનું પલડું ભારે
તમને જણાવી દઇએ કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઈન્ડિયન ટીમ હંમેશા ડોમિનેટિંગ રહી છે. ઈન્ડિયન ટીમ અત્યારસુધી પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. જોકે બાબર આઝમે કહ્યું હતું કે UAEમાં પાકિસ્તાની ટીમને હોમ કન્ડિશનમાં રમતા હોય તેવોજ અનુભવ થશે અને અમે અહીંયા પોતાનું બેસ્ટ આપીશું.

ગ્રુપ ટીમોની પહેલા જ થઈ ચૂકી છે જાહેરાત
ICCએ થોડા સમય પહેલા T-20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ઓમાનમાં રમાનારા રાઉન્ડમાં 8 ટીમો સુપર-12મા સ્થાન મેળવવા માટે રમશે. આ ટીમોમાં 2014ની T-20 વિજેતા શ્રીલંકા ઉપરાંત આયર્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી મોટી ટીમોના નામ સામેલ છે.

કુલ 45 મેચ રમાશે
વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ સહિત કુલ 45 મેચ રમાશે. તેમાંથી ક્વોલિફાયર રાઉન્ડમાં 12 મેચ અને સુપર-12 રાઉન્ડમાં 30 મેચ રમાશે. આ સિવાય સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ થશે.

અન્ય સમાચારો પણ છે...