તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • The New Zealand Website Showed Kohli Wearing A Belt Around His Neck, Jamieson Told A Woman Standing Holding A Rope.

કોહલીનું 'વિરાટ' અપમાન:ન્યૂઝીલેન્ડની વેબસાઇટે ગળામાં પટ્ટો બાંધેલા શખસને કોહલી અને દોરડું પકડીને ઊભેલી મહિલાને જેમિસન બતાવ્યો

સાઉથમ્પટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમિસને ફાઇનલની બંને ઈનિંગ્ઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો
  • કોહલીએ પહેલી ઈનિંગમાં 44 અને બીજી ઈનિંગમાં માત્ર 13 રન જ બનાવ્યા હતા

હાલમાં થયેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ સમગ્ર મેચમાં ન્યૂઝીલેન્ડના પ્લેયર્સ પોતાના સ્વભાવ મુજબ ખેલભાવના અને શાલીનતાથી જ રમતા જોવા મળ્યા, પરંતુ જીત પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા કંઈક વધુપડતા ઉત્સાહમાં હોય એવું લાગી રહ્યું છે. ત્યાંની એક વેબસાઈટે એક ફોટો શેર કર્યો છે, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું અપમાન કરવામાં આવ્યું છે.

ન્યૂઝીલેન્ડની વેબસાઈટ The AccNZએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. તસવીરમાં સફેદ ડ્રેસ પહેરીને એક મહિલા અને એક શખસ જોવા મળે છે. શખસના ગળામાં પટ્ટો બંધાયેલો છે, જેની દોરી એક મહિલાએ પકડી રાખી હોય છે. વેબસાઇટે શખસને વિરાટ કોહલી અને મહિલાને ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર કાઇલ જેમિસન બતાવ્યા છે.

TheAccNZ ન્યૂઝીલેન્ડની એક વેરિફાઈ વેબસાઈટ છે, જે ક્રિકેટ અને અન્ય રમત સાથે જોડાયેલા ન્યૂઝ કવર કરે છે. ઈન્સ્ટાગ્રામ પર આ વેબસાઈટના 45 હજારથી વધુ ફોલોઅર્સ છે.

ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેર રહ્યો હતો જેમિસન
WTCની ફાઈનલ ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી જીતી હતી. મેચમાં માત્ર 61 રન આપીને 7 વિકેટ લેનાર કાઈલ જેમિસનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પહેલી ઈનિંગમાં 5 અને સેકન્ડ ઈનિંગમાં 2 વિકેટ લીધી હતી, સાથે જ 8મા નંબર પર બેટિંગ કરીને જેમિસને પહેલી ઈનિંગમાં 21 રન પણ કર્યા હતા.

જેમિસને બંને ઈનિંગમાં કોહલીને આઉટ કર્યો
જેમિસને ફાઈનલની બંને ઈનિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. કોહલીએ પહેલી ઈનિંગમાં 44 અને બીજી ઈનિંગમાં માત્ર 13 રન જ બનાવ્યા હતા. પહેલી ઈનિંગમાં જેમિસને કોહલીને LBW આઉટ કર્યો હતો, જ્યારે બીજી ઈનિંગમાં વિકેટકીપર બીજે વાટલિંગના હાથે તેને કેચ આઉટ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...