તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમિત ક્રિકેટર્સ નહીં કરી શકે પ્રેક્ટિસ:ન્યૂઝીલેન્ડ હેલ્થ મિનિસ્ટ્રીએ પાકિસ્તાની ક્રિકેટર્સને ટ્રેનિંગની મંજૂરી આપવાથી ઇનકાર કર્યો

ક્રાઈસ્ટચર્ચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ છે. તેમના 10 ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝીલેન્ડ હેલ્થ મિનિસ્ટ્રીએ સંક્રમિત ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. બધા ખેલાડીઓ ક્રાઈસ્ટચર્ચ હોટલમાં જ આઇસોલેશનમાં છે. પાકિસ્તાનની ટીમ 23 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ પહોંચી હતી.

ન્યૂઝીલેન્ડ હેલ્થ મિનિસ્ટ્રીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થે આઇસોલેટ ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો છે. તે 14 દિવસનો આઇસોલેશન પીરિયડ પૂરો કર્યા પછી જ ટીમ સાથે ટ્રેનિંગ કરી શકશે.

ન્યૂઝીલેન્ડના હેલ્થ ડાયરેક્ટર ડોક્ટર એશ્લે બ્લૂમફિલ્ડે કહ્યુ કે, "ટીમમાં સંક્રમણ વધવાનું જોખમ હોવાથી ખેલાડીઓને ટ્રેનિંગ કરવાની ના પાડવામાં આવી છે. અમે કોઈ પ્રકારનું રિસ્ક લેવા માગતા નથી.

પાકિસ્તાનના ન્યૂઝીલેન્ડ પ્રવાસનો શેડ્યૂલ
પાકિસ્તાનની ટીમ 3 T-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. પહેલી T-20 18 ડિસેમ્બરે, બીજી 20 ડિસેમ્બરે અને ત્રીજી 22 ડિસેમ્બરે રમાશે. જ્યારે પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરે માઉન્ટ માઉગનુઈ અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીએ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો