ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી T20 સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સિરીઝ માટે પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પસંદગી પણ થઈ છે. તમને જણાવી દઈએ કે આમાં અર્શદીપ એકમાત્ર લેફ્ટ હેન્ડ બોલર છે. તેવામાં નવેમ્બર મહિનામાં T20 વર્લ્ડ કપના આયોજનને ધ્યાનમાં રાખી તેના માટે આ ટૂર્નામેન્ટ મહત્ત્વપૂર્ણ રહેશે. ભાસ્કર ગ્રુપે તેની સાથે કરિયરના વિવિધ પડાવો અંગે ખાસ વાતચીત કરી હતી. ચલો આપણે આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ.....
સવાલ- તમે ક્રિકેટની શરૂઆત ક્યારથી કરી અને આના સિવાય કઈ કઈ ગેમ્સ પસંદ છે?
જવાબ- જ્યારે હું નાનો હતો ત્યારે ગલી ક્રિકેટ રમતો હતો. ત્યારથી જ મને ક્રિકેટ પ્રત્યે આકર્ષણ થયું. મેં પરિવારના સભ્યોને જણાવ્યું કે મારે ક્રિકેટર બનવું છે અને ત્યારપછીથી તેમની મદદથી હું અત્યારે અહીંયા પહોંચી શક્યો છું. આવી રીતે મારી સફર શરૂ થઈ.
સવાલ- તમારા પિતા CISFમાં હતા અને તમારા કોચના જણાવ્યા પ્રમાણે એક શહેરથી બીજા શહેર તેમનું ટ્રાન્સફર પણ થતું આવ્યું છે, એવામાં તમે સંપૂર્ણ ટ્રેનિંગ પંજાબમાં જ કરી છે?
જવાબ- મારી માતાનો આમા ખાસ સપોર્ટ રહ્યો છે. ટ્રેનિંગ સેન્ટર મારા ઘરથી 13 KM દૂર હતું. તો તે મને દરરોજ સાયકલ ચલાવીને પ્રેક્ટિસ સેશન સુધી લઈ જતી હતી. ત્યાં મારી તાલિમ ચાલતી અને સતત હું મહેનત કરતો રહેતો ત્યાં સુધી માતા ત્યાં જ હાજર રહેતા. ત્યારપછી મને ફરીથી સાયકલ પર બેસાડી ઘરે લઈ જતી હતી. તમને જણાવી દઈએ કે આવું મારી માતા સતત 4 વર્ષ સુધી મહેનત કરતી રહી હતી.
સવાલ- પિતા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી કેવી રીતે તમને સપોર્ટ કરતા અથવા મદદ કરતા હતા?
જવાબ- મારા પિતા હંમેશા મને સપોર્ટ કરતા આવ્યા છે. તે ભલે દરરોજ મારી સાથે નહોતા રહી શકતા પરંતુ મને ગેમ પર ધ્યાન આપવાનું કહેતા હતા. અંડર-19 સુધી મારી કારકિર્દી કંઈ ખાસ નહોતી થઈ તો પિતા મને કેનેડા મોકલી દેવા માગતા હતા. મેં તેમની પાસે એક વર્ષ માંગ્યું અને પિતાએ પણ મને એ આપ્યું. આ દરમિયાન મેં ઘણી મહેનત કરી.
સવાલ- દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તમે પોતાને કયા રોલમાં જુઓ છો?
જવાબ- દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં જો મને તક મળસે તો હું મારુ 100% આપીશ. પોતાનું બધુ લગાવી દઈશ. અત્યારે હું આ સ્તરે પહોંચ્યો છું એનો શ્રેય મારા માતા-પિતા અને કોચ સહિત ભગવાનને આપું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.