તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપેક્ષા:ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પુરુષ ટીમ જાહેર થઇ ગઇ, પણ મહિલા ક્રિકેટરો સાથે પક્ષપાત કેમ?

મુંબઈ2 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
  • કૉપી લિંક
  • મહિલા ખેલાડીઓ માટે SOP માટે કોઈ જાણકારી નહીં, નવો વાર્ષિક કરાર પણ નથી મળ્યો

બીસીસીઆઈ સતત મહિલા ક્રિકેટની સાથે પક્ષપાત કરી રહ્યું છે. તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. આઈપીએલ સ્થગિત થયા બાદ તેના આયોજન પર ચર્ચા થઇ રહી છે. ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડની સીરિઝ રમવાની છે.

18 જૂનથી શરૂ થનાર આ પ્રવાસ માટે 7 મેના રોજ ટીમની પસંદગી થઇ ગઇ છે. પણ તેના બે દિવસ પહેલા એટલે 16 જૂનથી મહિલા ટીમને ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમવાની છે. જેની અત્યાર સુધી ન તો જાહેરાત થઇ છે ન તો તેને લઇને કોઇ ચર્ચા થઇ છે. સૂત્રોને પણ ક્વોરન્ટાઇન, વેક્સિનેશન જેવી જાણકારી નથી. મહત્વનું એ છે કે પુરુષ ટીમ માટે બીજા પ્રવાસ (શ્રીલંકા) ની જાહેરાત પણ થઇ ગઇ છે.

મુખ્ય ટીમ ન હોવાથી તેમાં કોની પસંદગી થશે સુકાની કોણ હશે તેને લઇને બોર્ડ તરફથી નિવેદનો આવી ચુક્યા છે. આ બધા વચ્ચે મહિલા ક્રિકેટની ચર્ચા પણ નથી થઇ. ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ લગભગ એક વર્ષ સુધી મહિલા ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમી. ગત વર્ષે આઈપીએલ સમયે મહિલા ટી20 ચેલેન્જ રમાઈ હતી. આ કારણથી ભારતીય ખેલાડી બિગ બેશ લીગમાં રમી શક્યા ન હતા. હાલમાં જ અધ્યક્ષ ગાંગુલી મહિલા ક્રિકેટ પર બોર્ડ અને પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા.

દ. આફ્રિકા સામે માર્ચમાં સીરિઝ માટે પણ ટીમની જાહેરાત મોડેથી થઇ હતી. સીરિઝની મેચ લખનઉમાં આયોજિત થવાને લઇને ઉત્તર પ્રદેશ એસોસિએશન તરફથી જાણકારી આપવામાં આવી હતી. બોર્ડના આવા વર્તાવના કારણે મહિલા ક્રિકેટ માટે અલગ જનરલ મેનેજર નિયુક્ત કરવાની જરૂર છે.

કોચ પદ માટે 13 એપ્રિલે આવેદન મંગાવ્યા, નિમણૂક માટે 1 મહિનો લાગ્યો
કોચની નિમણૂક પર પણ બીસીસીઆઈએ લગભગ 1 મહિનો લગાવ્યો. બોર્ડે 13 એપ્રિલના રોજ કોચ પદ માટે આવેદન મંગાવ્યા હતા. કોઇ કારણ વગર આ પ્રક્રિયા મોડી કરવામાં આવી. સીએસીએ મહિલા ટીમ માટે રમેશ પવારની ભલામણ કરી હતી. જેને પગલે રમેશ પવારની ગુરુવારે મહિલા ટીમના કોચ પદ માટે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે તે સમયના કોચ ડબ્લ્યુવી રમનનો કરાર ઓક્ટોબરમાં જ પુરો થઇ ગયો હતો. તેમને દ.આફ્રિકાના પ્રવાસ સુધી કોચ પદ પર બન્યા રહેવાનું કહેવામાં આવ્યું હતું.

16 મહિલા પહેલા મહિલા ટીમને કરાર આપવામાં આવ્યો હતો
જાન્યુઆરી 2020માં મહિલા અને પુરુષ ક્રિકેટ ટીમને 2019-20 માટે સેન્ટ્રલ કરાર મળ્યો હતો. એપ્રિલ 2021માં માત્ર પુરુષ ટીમને 2020-21 નો કરાર આપવામાં આવ્યો છે. મહિલા ટીમના ખેલાડીઓને નવો કરાર આપવામાં આવશે કે નહીં તેની બોર્ડ તરફથી કોઇ જાણકારી આપવામાં નથી આવી. આમ પણ મહિલા ખેલાડીમાં સૌથી મોટા ગ્રેડ એમાં 50-50 લાખનો સેન્ટ્રલ કરાર છે. જ્યારે એ ગ્રેડના પુરુષ ક્રિકેટરોને 5-5 કરોડ મળે છે. તેનાથી ઉચો ગ્રેડ એ+ છે જેમાં 7-7 કરોડ મળે છે.

અન્ય સમાચારો પણ છે...